બધા પોતાના પડોશીની જાતિ જાણે છે, ડેટા જાહેર કરવાથી કોઈ રોકી ના શકેઃ સુપ્રીમ કોર્ટ
Supreme Court on Bihar Caste Census: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (18 ઓગસ્ટ) કહ્યું હતું કે તે બિહાર સરકારને બિહાર જાતિ વસ્તી ગણતરીના ડેટા અથવા તારણો પ્રકાશિત કરવાથી ત્યાં રોકી ના શકે જ્યાં સુધી તેમાં કોઈ બંધારણીય અધિકારનું ઉલ્લંઘન ના થતુ હોય.
સુપ્રીમ કોર્ટમાં અરજીઓના એક સમૂહે પટના હાઈકોર્ટના 01 ઓગસ્ટના ચુકાદાને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે, બિહાર જેવા રાજ્યમાં જ્યાં દરેક વ્યક્તિ તેના પાડોશીની જાતિ જાણે છે, તો આ ઉલ્લંઘન કેવી રીતે થયું.

સર્વોચ્ચ અદાલતે કહ્યું, "જ્યાં સુધી કોઈ ઉલ્લંઘનનો કેસ ન હોય, ત્યાં સુધી અમે કંઈપણ રોકીશું નહીં. કેટલાક કાયદાકીય મુદ્દાઓ છે જેના પર ચર્ચા થઈ શકે છે. કવાયત પૂર્ણ થઈ ગઈ છે અને હાઈકોર્ટનો નિર્ણય તેમની તરફેણમાં આવી ચૂક્યો છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીની બેન્ચે પટના હાઈકોર્ટના 01 ઓગસ્ટના નિર્ણયને પડકારતી અનેક અરજીઓની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, "જ્યારે સરકારની ક્ષમતા અથવા કોઈ બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે જ અમે બિહાર સરકારને જાતિની વસ્તી ગણતરીના ડેટા જાહેર કરવાથી રોકી શકીએ. તે સિવાય અમે કંઈ કરી શકતા નથી.
સુપ્રીમ કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું બંધારણની કલમ 21 હેઠળ ગોપનીયતાના અધિકારને અસર થશે કારણ કે માત્ર સંચિત ડેટા જ જાહેર કરવામાં આવશે, વ્યક્તિગત ડેટા નહીં.
જસ્ટિસ સંજીવ ખન્નાએ એ પણ પૂછ્યું કે શું બિહાર જેવા રાજ્યમાં જાતિ સર્વેક્ષણ હાથ ધરવાથી, જ્યાં દરેક વ્યક્તિ તેમના પડોશીઓની જાતિ જાણે છે, તે સહભાગીઓની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. પહેલા નોટિસ જાહેર કરવાને બદલે સુપ્રીમ કોર્ટે અરજદારોની દલીલો સાંભળવાનું શરૂ કરવાનો નિર્ણય કર્યો.
શરૂઆતમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ વકીલને કહ્યું, "જો અમે નોટિસ જાહેર કરીએ તો વચગાળાની રાહતનો પ્રશ્ન આવે છે. આ સર્વે પણ પૂર્ણ થઈ ગયો છે, તેથી દલીલ કરવા તૈયાર રહો. તમે સ્ટે માટે દબાણ કરશો અને તેઓ તેનો વિરોધ કરશે. એના કરતા વધુ સારુ એ છે કે તેને કોઈપણ રીતે ખતમ કરવુ. જો અમને લાગે કે કોઈ વાત બની છે તો અમે યોગ્ય આદેશ આપી શકીએ છીએ. જો અમને લાગે છે કે કોઈ કેસ કરવામાં આવ્યો નથી, તો અમે મંજૂરી આપતા ઓર્ડર પાસ કરીશું."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
