100 મોદી અને શાહ આવવા દો, તો પણ 2024માં ભાજપને બહુમત નહિ મળેઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે
મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપને પડકાર આપ્યો કે તેમની પાર્ટીના નેતૃત્વવાળુ ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં ભગવા જૂથને હરાવી દેશે.
ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસના પૂર્ણ સત્રમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુ કે 100 મોદી અને શાહને આવવા દો, તો પણ તેમને બહુમત નહિ મળે. મલ્લિકાર્જૂન ખડગેએ ભાજપને પડકાર આપ્યો કે તેમની પાર્ટીના નેતૃત્વવાળુ ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં ભગવા જૂથને હરાવી દેશે. તેમણે કહ્યુ કે તે દરેક બીજી પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે અને 2024માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે અને કોંગ્રેસ તેનુ નેતૃત્વ કરશે. ખડગેએ કહ્યુ કે આ બધાના સહયોગથી સામૂહિક રીતે થશે.

પીએમ મોદી પર સાધ્યુ નિશાન
તમને જણાવી દઈએ કે સંસદમાં પોતાના બજેટ સત્રના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીપ્પણી કરી હતી કે તે એકલા જ બધા જ પછાડે છે. હવે પીએમ મોદીની આ ટિપ્પણી પર પલટવાર કરીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ તેમના પર અહંકારનો આરોપ લગાવીને કહ્યુ કે, 'તમે એકલા નથી, ભાજપ છે, આરએસએસ છે. 56 ઈંચ હવે થોડી નબળી પડી ગઈ છે. જે વ્યક્તિ આવી અકડથી વાત કરે છે, લોકો આવા વ્યક્તિને સહન નહીં કરે. આ લોકશાહી છે. એટલા માટે હું તેમને કહેવા માંગુ છુ કે આવી વાત ન કરો.'
કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન સત્તામાં આવશે
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, 'કોંગ્રેસના નેતૃત્વમાં ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે. અમે અન્ય પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છીએ. ભાજપને બહુમતી નહિ મળે. અન્ય તમામ પક્ષો સાથે મળીને આમ કરશે. અમે બંધારણ અને લોકશાહીનુ પાલન કરીશુ. જો 100 મોદી કે શાહ આવે તો તેમને આવવા દો આ ભારત છે અને અહીંનું બંધારણ ખૂબ જ મજબૂત છે. કોંગ્રેસ આ ગઠબંધનનુ નેતૃત્વ કરશે.'
'મજૂરો ક્યારેય ભાજપ-આરએસએસના એજન્ડામાં રહ્યા નથી'
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, 'ભાજપ અને આરએસએસના એજન્ડામાં હંમેશા મોટા ઉદ્યોગપતિઓ માટે સ્થાન હતુ, કામદારો માટે નહીં. જ્યારે મજૂર સંગઠનો મજબૂત બન્યા, ત્યારે RSSએ માલિકોની તરફેણમાં, INTUC અને કામદારોની વિરુદ્ધમાં ટ્રેડ યુનિયન બનાવ્યુ કારણ કે તેઓ માલિકોના એજન્ટ હતા. મજૂરો ક્યારેય ભાજપ-આરએસએસના એજન્ડામાં રહ્યા નથી. જ્યારે કામદારોના સંગઠનો મજબૂત બન્યા ત્યારે RSSએ માલિકોની તરફેણમાં કામદારોનું સંગઠન બનાવ્યુ.'












Click it and Unblock the Notifications
