Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ત્રીજા ગઠબંધનની એન્ટ્રી, જાણો શું છે પરિવર્તન મહાશક્તિ?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, પરંતુ આગામી સમયમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે કારણે તમામ પાર્ટી મતદાતાઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં બે ગઠબંધન મેદાનમાં હતા. જોકે હવે ત્રીજુ ગઠબંધન પણ જોવા મળી શકે છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના પહેલા કે બીજા સપ્તાહમાં યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અત્યાર સુધી રાજ્યમાં ચૂંટણી જંગ શાસક મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ આઘાડી એલાયન્સ વચ્ચે હતો, પરંતુ હવે ત્રીજા ગઠબંધનની એન્ટ્રી થઈ છે.
શુક્રવારના રોજ પરિવર્તન મહાશક્તિ નામના નવા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં પરિવર્તન નિશ્ચિત માનવામાં આવે છે.
આ અહેવાલમાં આપણે જાણીશું કે, કયા નેતાઓએ આ પરિવર્તન મહાશક્તિ ગઠબંધન બનાવ્યું છે, અને આ ગઠબંધનમાં કયા પક્ષો સામેલ છે?
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ સંભાજી છત્રપતિ રાજે, રાજુ શેટ્ટી અને અપક્ષ ધારાસભ્ય બચ્ચુ કડુના નેતૃત્વમાં પરિવર્તન મહાશક્તિ ગઠબંધન બનાવવામાં આવ્યું છે.
પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની જાહેરાત કરતા પૂર્વ રાજ્યસભા સાંસદ સંભાજી રાજેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકોમાં અશાંતિ છે, અને તેઓ પરિવર્તન ઈચ્છે છે. જે કારણે મહારાષ્ટ્રના લોકોના હિત માટે સાથે મળીને પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની રચના કરવામાં આવી છે.
અત્રે નોંધનીય બાબત છે કે, પરિવર્તન મહાશક્તિ ગઠબંધન હાલના મુખ્ય રાજકીય ગઠબંધન, સત્તાધારી મહાયુતિ અને વિપક્ષ મહાવિકાસ અઘાડી સામે ત્રીજા મોરચા તરીકે સામે છે.
આ પગલું NCP અને શિવસેના જેવા મોટા રાજકીય પક્ષોમાં વિભાજન અંગે વધતી જતી અશાંતિ અને મૂંઝવણ વચ્ચે પરિવર્તન માટેની જનતાની ઇચ્છાના પ્રતિભાવમાં આવ્યું છે, જેણે સત્તા અને વિરોધ બંનેમાં જૂથવાદ જોયો છે.

પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની રચનાનો ઉદ્દેશ્ય પરિવર્તન ઇચ્છતા લોકોને એક કરવાનો છે, જેની ઉદ્ઘાટન જાહેર સભા 26 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
આ પહેલનો હેતુ મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે અને વંચિત બહુજન અઘાડી નેતા પ્રકાશ આંબેડકર સહિત વિવિધ સામાજિક અને રાજકીય કાર્યકરોને પરિવર્તન મહાશક્તિ ગઠબંધનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો છે.
પરિવર્તન મહાસત્તા ગઠબંધનની મહત્વાકાંક્ષા તેના પ્રારંભિક સ્થાપકો સુધી મર્યાદિત રહેશે નહીં. સંભાજી રાજેએ પરિવર્તન મહાશક્તિ ગઠબંધનની અપીલ કરી હતી.
સંભાજી રાજે દ્વારા પરિવર્તન મહાશક્તિ ગઠબંધનના પ્રભાવને વિસ્તૃત કરવાની આશામાં મનોજ જરાંગે અને પ્રકાશ આંબેડકર જેવા પ્રભાવશાળી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
