Karnataka Election : કર્ણાટક ચૂંટણીમાં ‘ગુજરાતની પુષ્પા’ની એન્ટ્રી, જાણો શું છે પુરો વિવાદ?

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યા છે. અમૂલ અને નંદિનીને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે આ લિસ્ટમાં વધુ એક ખાવા-પીવાની વસ્તુ વિવાદે ચડી છે. હાલમાં જ કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીને લઈને વિરોધ પક્ષોએ મોરચો ખોલ્યો છે ત્યારે હવે ગુજરાતની પુષ્પાને લઈને નવો વિવાદ સામે આવ્યો છે.

દૂધની બે મોટી બ્રાન્ડ નંદિની અને અમૂલને લઈને કર્ણાટક ચૂંટણીમાં જંગ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના લાલ મરચાની એન્ટ્રી થઈ છે. હવે ગુજરાતી મરચા બ્રાન્ડ પુષ્પાને વિવાદ શરૂ થયોછે. લાલીના નામથી ઓળખાતું આ મરચુ હવે ચૂંટણીના જંગમાં મુદ્દો બન્યુ છે.

Pushpa

રિપોર્ટ અનુસાર, એશિયાના સૌથી મોટા મરચાંના બજારોમાંના એક કર્ણાટકના બ્યાદગીમાં ગુજરાતમાંથી આ પુષ્પા લાલ મરચાની મોટી માંગ અને વપરાશ થાય છે. આ જ કારણ છે કે અત્યારે હંગામો મચ્યો ગયો છે. સૂત્રોના અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં બ્યાદગી માર્કેટમાં ગુજરાતી મરચાના વેચાણનો આંકડો 20 હજાર ક્વિન્ટલ સુધી પહોંચી ગયો છે. પુષ્પા મિર્ચ સ્થાનિક મરચાંની બ્રાન્ડ ડબ્બી અને કદ્દી સાથે સ્પર્ધામાં ન હોવા છતાં સ્થાનિક બજારોમાં ગુજરાતી મરચાંનો મોટો માલ આવી ગયો છે.

અહીં એક વાત રસપ્રદ છે કે, પુષ્પા મરચાં સ્થાનિક મરચાંની કરતાં વધારે લાલ દેખાય છે. બ્યાદગી માર્કેટ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, મરચાના વ્યવસાય સાથે સંકળાયેલા 70 જેટલા વેપારીઓએ ગુજરાતી મરચાંનો વિવિધ કોલ્ડ સ્ટોર્સમાં સંગ્રહ કર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી બ્યાદગીમાં મરચાના ભાવમાં અચાનક થયેલા વધારા વચ્ચે ગુજરાતના મરચાનો પણ સારો કારોબાર થયો છે.

રાજ્ય સરકારને અપીલ કરતાં રાણીબેનૂ તાલુકાના ખેડૂત તમન્ના સુદામ્બીએ જણાવ્યું કે, બ્યાદગી મરચાંના બજારે સ્થાનિક વિવિધ ડબ્બી અને કદ્દીના આધારે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી મોટી સંખ્યામાં દેશો અને કંપનીઓ અહીંના મરચાં પર નિર્ભર છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારે આ દિશામાં પગલાં લેવા જોઈએ કે આ સ્થાનિક મરચાંની બ્રાન્ડ્સની વિશ્વસનીયતા કોઈપણ રીતે ઘટે નહીં.

બ્યાદગીમાં કૃષિ પેદાશ બજાર સમિતિના સેક્રેટરી અને વધારાના નિયામક એચવાય સતિષે જણાવ્યું કે, આ સિઝનમાં ગુજરાતી મરચાંનો પુરવઠો સતત વધી રહ્યો છે. APMC એક્ટમાં સુધારા બાદ કોઈપણ ખરીદદાર દેશમાં ગમે ત્યાંથી કૃષિ પેદાશો ખરીદી શકે છે.. હવે આ માટે બજાર સમિતિની પરવાનગી લેવાની જરૂર નથી. આ સ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માટે પુરવઠો મર્યાદિત કરવો મુશ્કેલ છે. એવું પણ નથી કે પુષ્પા મરચાંને સ્થાનિક મરચાંની બ્રાન્ડ માટે ખતરા તરીકે જોવી જોઈએ, કારણ કે ડબ્બી અને કદ્દી મરચાંની જાતો પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X