Encounter in Gadchiroli : ગઢચિરોલીમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદી ઠાર, 38 લાખનું હતું ઇનામ
Encounter in Gadchiroli : મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીને શોધવા માટે C60 ફોર્સ સર્ચ ઓપરેશન કરી રહી હતી. જે દરમિયાન નક્સલવાદીઓએ તેમના પર હુમલો કર્યો હતો. જેના જવાબનાં પોલીસે વળતો ગોળીબાર કર્યો હતો. જેમાં 3 નક્સલી ઠાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ 3 નક્સલવાદીઓ પર 38 લાખનું ઇનામ હતું.

ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટીલે જણાવ્યું હતું કે, અહેરી તહસીલના મન્ને રાજારામ વિસ્તારમાં પોલીસ સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છે. આ એન્કાઉન્ટર રવિવારની સાંજે 6 કલાકની આસપાસ થયું હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓ પર 38 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસે નક્સલવાદીઓના મૃતદેહ કબ્જે કર્યા છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી છે.
C60 ફોર્સની મોટી સફળતા - મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઢચિરોલીમાં 3 નક્સલીઓને માર મારવાની ઘટના પર જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર પોલીસના C60 ફોર્સે ગઢચિરોલીમાં એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર કર્યા છે અને હું આ પગલા માટે તેમનો આભાર માનું છું. આપણા C60 સૈનિકો અને સેના સતત બહાદુરી બતાવી રહ્યા છે. આપણે ગઢચિરોલીનો વિકાસ કરી શકીએ છીએ. આજે હું ત્યાં જઈ રહ્યો છું. હું દક્ષિણ અને ઉત્તર બંને પ્રદેશોમાં જઈશ. ગઢચિરોલીના વિકાસ માટે ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ખૂબ જ જરૂરી છે.
Gadchiroli, Maharashtra | Three Naxalites were killed in an encounter with police in Manne Rajaram of Aheri tehsil. The encounter took place around 6 pm, the killed Naxalites had a reward of Rs 38 lakhs. Police have recovered the bodies of Naxalites: Sandip Patil, DIG Gadchiroli
— ANI (@ANI) April 30, 2023
આ રીતે થયું નક્સલવાદીઓનું એન્કાઉન્ટર - ગઢચિરોલીના એસપી નીલોત્પલે જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે, નક્સલવાદીઓના પેરીમીલી અને અહેરી દલમના સભ્યો માને રાજારામ અને પેરીમિલી સશસ્ત્ર ચોકીની વચ્ચેના જંગલ વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે. આ ઇનપુટના આધારે કાર્યવાહી કરીને પોલીસના C-60 ફોર્સના બે યુનિટને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા.
પોલીસ ટીમે જવાબી કાર્યવાહી કરી - એસપીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓએ અમારી ટીમ પર ગોળીબાર કર્યો, જેના પર પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. એન્કાઉન્ટરમાં ત્રણેય નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમના મૃતદેહ મળી આવ્યા છે.
આ સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં મૃતકોમાંથી એકની ઓળખ પેરીમીલી દલમના કમાન્ડર બિટલુ મડાવી તરીકે થઈ છે. જ્યારે અન્ય બે લોકોની ઓળખ પેરીમીલી દલમના વાસુ અને અહેરી દલમના શ્રીકાંત તરીકે થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
