Electoral Bond: ઈલેક્ટોરલ બૉન્ડમાં અદાણી, રિલાયન્સ, ટાટાનુ નામ નથી, તો કોણ છે ટૉપ ડોનર?
Electoral Bond: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બૉન્ડ સ્કીમ હેઠળ દાતાઓની યાદી જાહેર કરી છે. ચૂંટણી બૉન્ડ ખરીદનારાઓની કમિશનની યાદીમાં ઘણા ટોચના ઔદ્યોગિક જૂથોના નામ છે, પરંતુ અદાણી જૂથ, રિલાયન્સ, ટાટા આ યાદીમાંથી બહાર છે.
તેનો અર્થ એ કે ભારતના ત્રણ સૌથી મોટા જૂથોમાંથી કોઈએ ચૂંટણી બૉન્ડ ખરીદ્યા નથી. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે યાદીમાં સૌથી મોટા દાતા કોણ છે? એસબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે, ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા ડેટામાંથી આ માહિતી સામે આવી છે.

ઈલેક્ટોરલ બૉન્ડના ખરીદદારોની યાદીમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ અને અન્ય કેટલાક ટોચના ખરીદદારોનો સમાવેશ થાય છે.
જેમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઇઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઇસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઇન, વેલસ્પન અને સન ફાર્મા પણ ખરીદદારો છે.
બૉન્ડના ટોચના ખરીદદારોમાં ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, ડીએલએફ, મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી નિવાસ મિત્તલનું પણ વ્યક્તિગત તરીકે નામ આપવામાં આવ્યું છે. સ્ટીલ મેગ્નેટ લક્ષ્મી નિવાસ મિત્તલે તેમની અંગત ક્ષમતામાં ₹35 કરોડના બૉન્ડ ખરીદ્યા હતા. આ સિવાય કિરણ મઝુમદાર શૉ, વરુણ ગુપ્તા, બીકે ગોએન્કા, જૈનેન્દ્ર શાહ અને મોનિકાનું નામ પણ લિસ્ટમાં સામેલ છે.
ચૂંટણી બોન્ડ હેઠળ આ છે ટૉપ 10 દાતા
ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પીઆર - રૂ. 1,368 કરોડ
મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ - રૂ. 966 કરોડ
ક્વિક સપ્લાય ચેઇન પ્રાઇવેટ લિમિટેડ- રૂ. 410 કરોડ
વેદાંતા લિમિટેડ- રૂ. 400 કરોડ
હલ્દિયા એનર્જી લિમિટેડ- રૂ. 377 કરોડ
ભારતી ગ્રૂપ- રૂ. 247 કરોડ
એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ - રુ. 224 કરોડ
વેસ્ટર્ન યુપી પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ - 220 કરોડ કેવેંટર ફૂડપાર્ક ઇન્ફ્રા લિમિટેડ - રુ. 195 કરોડ
મદનલાલ લિમિટેડ - રુ. 185 કરોડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
