ત્રણ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો, દિલ્હી બહુમત પર લટકી
નવી દિલ્હી, 9 ડિસેમ્બર: ચાર રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના ગઇ કાલે રવિવારે પરિણામ આવી ગયા. પરિણામમાં જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમણે કોંગ્રેસને નકારી દીધી છે અને પરિવર્તન અને વિકાસનું બટન દબાવ્યું છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનનમાં ભાજપને મોટી જીત મળી છે, તો છત્તીસગઢમાં કાંટાની ટક્કરની વચ્ચે રમણ સિંહે જીતની હેટ્રીક લગાવી છે. પરંતુ દિલ્હીમાં આપ પાર્ટીની કમાલે ભાજપને જીતનો ચોગ્ગો મારતા અટકાવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેરના કારણે ઘણા દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી મોટો ઝટકો દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતને લાગ્યો છે, જે ખુદ પોતાની બેઠક પણ બચાવી શકી નહીં. ભાજપના પણ ઘણા મોટા માથા હારી ગયા છે. જ્યારે શાજિયા ઇલ્મી અને ગોપાલ રાય જેવા આમ આદમી પાર્ટીના ચર્ચિત ચહેરાઓને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
દિલ્હીની ચૂંટણી જંગના વિધાનસભાના ચહેરા જ બદલી નાખ્યા છે. ઘણા વર્ષોથી વિધાનસભા ભવનમાં દેખાતા નેતાઓ હવે બહાર જ રહેશે. 15 વર્ષથી જીતતી આવતી મુખ્યમંત્રી શીલા દીક્ષિતને પણ કેજરીવાલે વિદાય આપી દીધી છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર થયેલી સીધી ટક્કરમાં અરવિંદ કેજરીવાલે તેમને લગભગ 26 હજાર મતોથી માત આપી દીધી છે. આ બેઠક પર ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગુપ્તાજીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. અરવિંદ કેજરીવાલે પોતાની જીતને આમ આદમીની જીત ગણાવી અને કહ્યું કે જ્યારે જનતા આગળ આવે છે તો મોટા મોટા સિંહાસન ડોલી જાય છે.
આપ પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે ''આજે દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આવ્યા અને આમ આદમી પાર્ટીને તેમાં ઐતિહાસિક જીત હાસલ થઇ છે. હું મારા કાર્યકરોને કહેવા માંગીશ કે તેઓ એવી રીતે જ કામ કરે જે રીતે આપણે એક નેતા પાસે કામ કરવાની અપેક્ષા રાખતા હતા. હું ભાજપ અને ડો. હર્ષવર્ધનને પર શુભેચ્છા આપું છું કે તેમણે સૌથી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે. અમારી શીલા દીક્ષિત સામે કોઇ વ્યક્તિગત દુશ્મની નથી. અમારી લડાઇ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે છે. અમે સત્તા નહીં બનાવી શકીએ તો અમે વિપક્ષમાં બેસીશું.''
ચારેય રાજ્યોના ચૂંટણી પરિણામો આવ્યા બાદ એ ચોક્કસ કહી શકાય કે જનતા હવે વિકાસની રાજનીતિ ઇચ્છે છે અને લોકોમાં મોદીની લહેર સ્પષ્ટપણે જોઇએ શકાય છે. ભાજપી નેતાઓનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં પણ અમે કોંગ્રેસીઓના આ રીતે જ સૂપડા સાફ કરીશું.
પરિણામોને જુઓ સ્લાઇડરમાં...

મધ્ય પ્રદેશ
230 બેઠકોવાળા મધ્યપ્રદેશમાં મુકાબલો સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. જ્યાં શિવરાજ સિંહે એકવાર ફરી સત્તાની હેટ્રીક લગાવી અને શિવરાજ સિંહના નેતૃત્વમાં ભાજપે 165 બેઠકો પર જીત નોંધાવી છે. જ્યારે કોંગ્રેસને માત્ર 58 બેઠકો જ પ્રાપ્ત થઇ છે. અને અન્યના ફાળે 7 બેઠકો જાય છે.

રાજસ્થાન
200 બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભામાં વસુંધરા રાજેએ પાર્ટીને મોટી જીત અપાવી છે. ભાજપે 162 બેઠકો પર પોતાનો ભગવો લહેરાવ્યો છે જ્યારે અશોક ગહેલોતને જનતાએ સંપૂર્ણ રીતે નકારી દીધા છે, અને કોંગ્રેસને માત્ર 21 બેઠકો પર જ જીત મળી શકી. તેમજ અન્યોને 16 બેઠકો મળી છે.

છત્તીસગઢ
છત્તીસગઢની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી હતી. છેલ્લા મતની ગણતરી બાદ આખરે રમણ સિંહના નેતૃત્વમાં ભાજપે 90 બેઠકોની વિધાનસભામાં 49 બેઠકો પર પોતાની જીતનો પરચમ નોંધાવ્યો, જ્યારે કોંગ્રેસને અત્રે 39 બેઠકો મળી શકી. જ્યારે અન્યના ફાળે 2 બેઠકો જાય છે.

દિલ્હી
દિલ્હીમાં કોઇ પાર્ટીને પણ બહુમતી મળી શકી નથી. ભાજપને 32, આપને 28, જ્યારે કોંગ્રેસને માત્ર 8 અને અન્યોને 2 બેઠક મળી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
