Election result 2023 : એક પછી એક રાજ્યોમાં કેમ હારી રહી છે કોંગ્રેસ? આ છે સાચા કારણો
5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે અને 3 રાજ્યોમાં હાર મળી છે. આ હારના કારણે કોંગ્રેસને 2024 લોકસભા ચૂંટણીમાં મોટુ નુકસાન થઈ શકે છે.
આ સ્થિતીમાં હવે કોંગ્રેસનને લઈને ઘણા સવાલ થઈ રહ્યા છે. કોંગ્રેસની સતત હારનું કારણ શું છે એ પાર્ટી માટે ચિંતનનો વિષય છે ત્યારે કેટલાક કારણો એવા છે જે કોગ્રેસને સત્તામાં આવતા રોકી રહ્યા છે.

કોંગ્રેસ નેતાઓનો અહંકાર
કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનનો એક ભાગ છે છતાં પાર્ટી નેતાઓનો અહંકાર સાથે મળીને કામ કરવાના આડો આવે છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતિશ કુમારે ઘણી વખત સાથે મળીને ચૂંટણી લડવાની વાત કરી હતી. પરંતુ કોંગ્રેસના નેતાઓએ આ પ્રસ્તાવને ફગાવ્યો.
કોંગ્રેસ નેતાઓનો બકવાસ
એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને અખિલેશ યાદવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, અરે, અખિલેશ-વખિલેશને છોડો. કમલનાથના આ નિવેદન બાદ સપાના વડાએ કહ્યું કે તેમને ખબર નથી કે ગઠબંધન માત્ર લોકસભા માટે છે વિધાનસભા માટે નહીં. લોકસભાની ચૂંટણી માટે ગઠબંધન થશે ત્યારે તે મુજબ વિચારણા કરવામાં આવશે. આ સિવાય ઘણા કોંગ્રેસી નેતાઓના નિવેદનો માહોલ બગાડતા રહ્યા છે.
પાર્ટી નેતાઓ વચ્ચેનો ઝઘડો
કોંગ્રેસ જીતેલી બાજી હારે છે તેની પાછળનું એક કારણ પાર્ટી અંદરનો વિખવાદ છે. પાર્ટીના ટોચના નેતાઓ એકબીજા સાથે ઝઘડામાં જ રહે છે. રાજસ્થાનમાં કોંગ્રેસ મહાસચિવ અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ વચ્ચેનો ઝઘડો હારનું કારણ બન્યો. આ બંને નેતાઓ મુખ્યમંત્રી પદ માટે દાવો કરી રહ્યા હતા અને પાર્ટી હારી ગઈ.
નબળું સંગઠન
કોંગ્રેસની હારનું મુખ્ય કારણ પાયાના સ્તરે સંગઠનની નબળાઈ છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ સેવાદળ, મહિલા કોંગ્રેસ, સર્વોદય, યુથ કોંગ્રેસ જેવી સંસ્થાઓ પાર્ટી માટે ઘણું કામ કરતી હતી. આ સંસ્થાઓનો સામાન્ય લોકો સાથે સીધો સંપર્ક હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તમામ સંસ્થાઓ સુસ્ત દેખાઈ રહી છે. રાજ્યમાં સત્તામાં હોવા છતાં લોકો સાથે જોડાણ કરવામાં કોંગ્રેસની અસમર્થતા કોંગ્રેસનું નબળું સંગઠન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
