રેલીઓ, જૂલુસો પર પ્રતિબંધ ખતમ થશે કે વધશે? ચૂંટણી પંચની મહત્વની બેઠક આજે
પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીને જોતા ચૂંટણી પંચ શનિવારે એટલે કે આજે મહત્વની બેઠક કરશે.
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીને જોતા ચૂંટણી પંચ શનિવારે એટલે કે આજે મહત્વની બેઠક કરશે. આ બેઠકમાં પંચે રેલીઓ, જુલુસો વગેરે પર પ્રતિબંધને લઈને નિર્ણય લેવાનો છે. વાસ્તવમાં, ચૂંટણી પંચે પાંચે ચૂંટણી રાજ્યોમાં રોડ શો, રેલી, જનસભા વગેરે પર કોરોના સંક્રમણના કારણે 22 જાન્યુઆરી સુધી રોક લગાવી રાખી છે. એવામાં આજે આ સમયસીમા ખતમ થઈ જશે. ચૂંટણી પંચ આજે બપોરે સાડા બાર વાગે યોજાનારી બેઠકમાં ચૂંટણી રેલીઓ, જૂલુસો અને રોડ શો પર લાગેલા પ્રતિબંધને વધારવા કે ખતમ કરવા પર નિર્ણય લેશે. બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ અને ચૂંટણીવાળા રાજ્યોના આરોગ્ય સચિવ પણ શામેલ રહેશે.

ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ જ્યારે ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કર્યુ હતુ. પંચે કોરોનાનો હવાલો આપીને તારીખોના એલાન સાથે જ રેલીઓ અને જનસભાઓ પર 15 જાન્યુઆરી સુધી માટે પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધને 15 જાન્યુઆરીએ એક સપ્તાહે 22 જાન્યુઆરી સુધી માટે વધારી દીધો. હવે 22 જાન્યુઆરીએ ચૂંટણી પંચ એક વાર ફરીથી બેઠક કરીને ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધને લઈને નિર્ણય કરશે. કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે આ ચૂંટણી થઈ રહી છે. એવામાં પંચે ઘણા સાવચેતીના પગલાં મતદાન માટે ઉઠાવ્યા છે.
10 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે થશે વોટિંગ
ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન આ રાજ્યોમાં મતદાન થવાનુ છે. ગોવા, પંજાબ અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી થવાની છે. મણિપુરમાં બે તબક્કામાં વોટિંગ થવાનુ છે. વળી, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ સંપન્ન થશે. 10 માર્ચે એક સાથે પાંચે રાજ્યોમાં મતોની ગણતરી થશે અને પરિણામોનુ એલા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની સરકાર છે. વળી, પંજાબમાં કોંગ્રેસની સરકાર છે.












Click it and Unblock the Notifications
