Karnataka Election : સ્ટાર પ્રચારક અને પાર્ટીઓ ભાષા પર સંયમ રાખે, ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરી
કર્ણાટકમાં ચૂંટણી જીતવા માટે મેદાને પડેલી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે હવે ચૂંટણી નિવેદનો ઝેરી બની રહ્યા છે. બન્ને પાર્ટીના નેતાઓ હવે હદ પાર કરીને ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે ત્યારે ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરવી પડી છે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરીને નેતાઓને સંયમ રાખવા કહ્યું છે. સતત ઝેરીલા નિવેદનો અને લોકોને ભટકાવી રહેલા નેતાઓને કંટ્રોલ કરવા ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પ્રચારના નીચે જઈ રહેલા સ્તરને જોતા પક્ષોને સંયમ રાખવા કહેવાયુ છે.

ચૂંટણી પંચે એડવાઈઝરીમાં કહ્યું છે કે ભડકાઉ નિવેદનોને લઈને પક્ષો તરફથી ફરિયાદો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોને પ્રચાર દરમિયાન તેમના શબ્દો અને ભાષા પર સંયમ રાખવા સૂચના આપી છે, જેથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ બગડે નહીં.
ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારીને જારી કરાયેલ એડવાઈઝરીને અનુસરવા અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તુરંત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહ્યા હતા.
આ નિવેદન બાદ બીજેપી નેતા બાસનગૌડા પાટીલ યાતનાલે સોનિયા ગાંધીને વિષ કન્યા કહી હતી. આ સાથે જ બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. હવે ચૂંટણી કમિશને એડવાયઝરી જારી કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે 10 મેના રોજ ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ આવશે. કર્ણાટકમાં ચૂંટણી માટે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
