ઈડીએ યંગ ઈન્ડિયા ઑફિસ કરી સીલ, જાણો અત્યાર સુધીની મોટી અપડેટ, શું હશે કોંગ્રેસનુ આગામી પગલુ
નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા લિમિટેડની ઑફિસને સીલ કરી દીધી છે.
નવી દિલ્લીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતા નેશનલ હેરાલ્ડ બિલ્ડિંગમાં આવેલી યંગ ઈન્ડિયા લિમિટેડની ઑફિસને સીલ કરી દીધી છે. ઈડીની આ કાર્યવાહી બાદ દિલ્લી પોલિસ આગળ આવી અને કોંગ્રેસ મુખ્યાલયની બહાર સુરક્ષા ઘેરો બનાવી લીધો અને કોંગ્રેસ મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં પોલિસ દળો તૈનાત કરવામાં આવ્યા. નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસ છેલ્લા 10 વર્ષથી ચર્ચામાં છે. આ સમગ્ર મામલે ઈડીએ ગયા અઠવાડિયે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. ઈડીએ મની લોંડ્રીંગ કેસમાં સોનિયા ગાંધીની ત્રણ વખત પૂછપરછ કરી છે.

ઈડીની કાર્યવાહી બાદ મોટી અપડેટ
- ઈડીએ બુધવારે સાંજે લગભગ 6.30 વાગ્યે યંગ ઈન્ડિયન લિમિટેડની ઑફિસને સીલ કરી દીધી હતી. આ ઉપરાંત ઈડીએ નિર્દેશ આપ્યો હતો કે તેને પરવાનગી વિના ખોલવામાં ન આવે.
- ઈડીની કાર્યવાહી બાદ કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર મોટી સંખ્યામાં પોલિસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
- કોંગ્રેસે પક્ષના મુખ્યાલય તરફ જવાનો રસ્તો બંધ કરવાનો વિરોધ કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે તે હવે અપવાદને બદલે નિયમ બની ગયો છે.
- સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
- કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સરકારે પાર્ટીને ઘેરી લીધી છે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે જાણે કે તેઓ આતંકવાદી હોય, આ એક અઘોષિત કટોકટી છે.
- કર્ણાટક પ્રવાસથી રાહુલ ગાંધી મોડી રાત્રે 10.30 વાગે દિલ્હી પરત ફર્યા હતા.
- દિલ્લી પોલિસે કહ્યુ કે તેણે પાર્ટી હેડક્વાર્ટરમાં કોઈ અપ્રિય ઘટનાને ટાળવા માટે સુરક્ષા વધારી દીધી છે.
- દિલ્લી પોલિસના સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ બ્રાન્ચને એવા ઈનપુટ મળ્યા હતા કે પ્રદર્શનકારીઓ અહીં મોટી સંખ્યામાં એકઠા થઈ શકે છે.
- કોંગ્રેસે આજે તમામ પક્ષોના સાંસદોની બેઠક બોલાવી છે. પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોની બેઠક બોલાવી છે, આ બેઠક આજે સવારે 10 વાગ્યે પાર્ટીના સંસદીય કાર્યાલયમાં યોજાશે.
- કોંગ્રેસની બેઠક દરમિયાન પાર્ટીની આગળની રણનીતિ શું છે તેના પર ચર્ચા થઈ શકે છે. આજે ગૃહમાં ઈડીની કાર્યવાહી બાદ કોંગ્રેસના સાંસદો મુલતવી રાખવાની નોટિસ આપશે.
- કોંગ્રેસ આ મામલો સંસદમાં ઉઠાવશે. જે રીતે પાર્ટી ઑફિસની બહાર પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેને જોતા પાર્ટી આ મુદ્દો ગૃહમાં ઉઠાવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
