અશોક ગેહલોતના ભાઈને ED ની નોટિસ, ખાતરની ગેરકાયદે નિકાસનો આરોપ!
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈને નોટિસ મોકલી છે. સોમવારે તેમને દિલ્હીની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈને નોટિસ મોકલી છે. સોમવારે તેમને દિલ્હીની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ નોટિસ ખાતરની ગેરકાયદે નિકાસ સાથે સંબંધિત છે. જેની તપાસ ED પાસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગ્રસેન ગેહલોત તેમના વકીલો સાથે ED ઓફિસ જશે. અગાઉ તે ગયા મહિને પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા હતા.

મળતી માહિતી મુજબ અગ્રસેન ગેહલોત પર ખાતરની નિકાસમાં ગેરરીતિનો આરોપ છે. આ કેસમાં અગાઉ પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તેમને કેન્દ્ર સરકાર પર વેર ભાવના સાથે કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી પણ કરી હતી. ત્યાંથી પણ તેમને રાહત ન મળી અને કોર્ટે તપાસ એજન્સીને સહકાર આપવાનો નિર્દેશ આપ્યો. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઇડી કોર્ટના આદેશ વિના તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરે.
ગયા વર્ષે રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે બળવો કર્યો હતો. તે સમય દરમિયાન અગ્રસેન ગેહલોત ઘણા ધારાસભ્યો સાથે રાજ્યની બહાર ગયા હતા. ત્યારબાદ 7 જુલાઈના રોજ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ સીએમ ગેહલોતના સંબંધીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને પછાડવા માટે કેન્દ્ર આ દરોડા પાડી રહ્યી છે. બાદમાં ગેહલોતનો પુત્ર અનુપમ એજન્સી સમક્ષ હાજર થયો હતો અને તેનું નિવેદન નોંધાવ્યુ હતું.
તમને જણાવી દઈએ કે અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ખાતર ક્ષેત્રે કામ કરે છે. તેમણે 1980 પહેલા એક દુકાન ખોલી હતી. જેનું નામ 'અનુપમ એગ્રીકલ્ચર' છે. આ દુકાન પર 7 કરોડની કસ્ટમ ડ્યૂટીની હેરાફેરીનો આરોપ છે. આ દુકાન સીએમ ગેહલોતનું ચૂંટણી કાર્યાલય પણ બને છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
