ચૂંટણી પંચ સમય કરતા વહેલી ચૂંટણી માટે તૈયાર

ચૂંટણી પંચે આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે વધારાના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) માટે ઓર્ડર આપી પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણી પંચે અંદાજે બે લાખ વોટિંગ મશીનો માટે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને નવા ઓર્ડર આપી દીધા છે. કારણ કે ઇવીએમની વર્તમાન સંખ્યા પાંચ વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી સાથે યોજાય તો પૂરતા થઇ રહે તેટલી સંખ્યામાં નથી.
ચૂંટણી પંચ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "આ વર્ષના અંતમાં લોકસભા અને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે વર્તમાન સમયમાં ઉપલબ્ધ 14 લાખ ઇવીએમ પૂરતા નથી. આ માટે અમે ઇવીએમ માટે નવા ઓર્ડર આપ્યા છે."
સૂત્રોએ જણાવ્યું કે આ ઓર્ડર જાહેર ક્ષેત્રની ભેલ અને ઇસીઆઇએલને આપવામાં આવ્યો છે. આ ઓર્ડર સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં પૂરા કરવામાં આવે એવી શક્યતા છે. વર્તમાન સમયમાં આયોગ દ્વારા વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું કે ચૂંટણી પંચે એક સાથે ચૂંટણીઓ યોજવા માટે અંદાજે 16 લાખ ઇવીએમની જરૂર હશે. 14 લાખ ઇવીએમમાંથી અડધા વર્ષ 2006 પહેલા ખરીદવામાં આવ્યા હતા. આ વર્ષના અંતમાં દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી યોજવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
