કોરોનાના કારણે હવે સપ્ટેમ્બરમાં થશે 'હુનર હાટ', આ વખતની થીમ 'લોકલથી ગ્લોબલ'
કોરોના વાયરસ મહામારીના કારણે 'હુનર હાટ'નુ આયોજન સપ્ટેમ્બર મહિનામાં થશે.
કોરોના વાયરસ મહામારીના કારણે 'હુનર હાટ'નુ આયોજન સપ્ટેમ્બર મહિનામાં થશે. આની થીમ 'લોકલથી ગ્લોબલ' પર આધારિત હશે. આ અંગેની માહિતી કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ આપી. તેમણે એ પણ જણાવ્યુ કે આ આયોજનમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ પૂરુ ધ્યાન રાખવામાં આવશે અને આના કારણે પહેલાથી વધુ શિલ્પકારો અને કારીગરોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

નક્વીએ એ પણ જણાવ્યુ કે હુનર હાટમાં સાફ સફાઈ, સેનિટાઈઝેશન, માસ્ક વગેરેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ત્યાં એક પંડાલ હશે જેનુ નામ 'જાન ભી જહાન ભી' હશે. અહીં લોકોને 'પેનિક નહિ પ્રોકૉશન'(ડરો નહિ સતર્ક રહો)ની થીમ પર જાગૃકતા પેદા કરતી માહિતી પણ આપવામાં આવશે. નકવીએ પોતાના નિવેદનમાં કહ્યુ કે છેલ્લા પાંચ વર્ષોમાં પાંચ લાખથી વધુ ભારતીય શિલ્પકારોને રોજગારના અવસર આપનાર 'હુનર હાટ'ના દૂર્લભ હસ્તનિર્મિત સ્વદેશી સામાન લોકોમાં ઘણા લોકપ્રિય થયા છે.
દેશના ખૂણે ખૂણેથી કારીગરો, શિલ્પકારો અને હુનરોના ઉસ્તાદોને મોકો અને બજાર આપનાર આ આયોજન સ્વદેશી ઉત્પાદનોનુ બ્રાંડ બની ગયુ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડિયા ગેટ પર આયોજિત આ કાર્યક્રમમાં કારીગરોનુ પ્રોત્સાહન વધારવા માટે પીએમ મોદી અચાનક પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રાલય દ્વારા અત્યાર સુધી દેશના વિવિધ ભાગોમાં બે ડઝનથી વધુ હુનર હાટનુ આયોજન કરવામાં આવી ચૂક્યુ છે જેમાં લાખો કારીગરો, શિલ્પકારોને રોજગારના અવસર મળ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
