ભારતના ડૉ. સાંઈ કૌસ્તુવ દાસગુપ્તા ડી-30 ડિસએબિલિટી ઈમ્પેક્ટ લિસ્ટ 2021માં શામેલ
ભારતના ડૉ. સાંઈ કૌસ્તુવ દાસગુપ્તા ડી-30 ડિસએબિલિટી ઈમ્પેક્ટ લિસ્ટ 2021માં શામેલ
અમેરિકન્સ વિથ ડિસએબિલિટી એક્ટ(એડીએ)ની 31મી વર્ષગાંઠ પર અમેરિકાનુ એક વૈશ્વિક ઉદ્યમ ડાયવર્સેબિલિટી કે જે સમુદાયની શક્તિના માધ્યમથી વિકલાંગતાની રીબ્રાન્ડ કરે છે તેણે પોતાની વર્ષ 2021ની ડી-30 દિવ્યાંગ યાદીની ઘોષણા કરી છે જે વૈશ્વિક સ્તરે 30 દિવ્યાગં લીડર્સની અનોખી ઉપલબ્ધિઓનુ સમ્માન કરે છે. 13 દેશોના 300 નૉમિનેશનમાં ભારતના ડૉ. કૌસ્તુવ દાસગુપ્તાને ડી-30 ડિસએબિલિટી ઈમ્પેક્ટ લિસ્ટ 2021માં પસંદગી પામ્યા છે. આ લિસ્ટમાં પસંદગી પ્રક્રિયાના માધ્યમથી વૈસ્વિક સ્તરે સૌથી પ્રભાવશાળી સમુદાયના સભ્યોની અનોખી ઉપલબ્ધિઓનુ સમ્માન કરે છે. ભારતનુ પ્રતિનિધિત્વ કરીને ડૉ. સાંઈ કૌસ્તુવ દાસ ગુપ્તા વૈશ્વિક સ્તરે વિકલાંગતા સમાવેશન, નેતૃત્વ અને વિવિધ પ્રતિનિધિત્વને આગળ વધારવા માટે એક ઉત્પ્રેરક બની ગયા છે.

ડૉ. સાંઈ કૌસ્તુવ દાસ ગુપ્તા એક OI(ઓસ્ટીઓજેનેસીસ ઈમ્પરફેક્ટા) વૉરિયર અને લાખો લોકો માટે એક પ્રેરણા છે અને તેમણે પુરવાર કર્યુ છે કે કંઈ પણ અસંભવ નથી. હાડકાના દૂર્લભ રોગ અને 90% વિકલાંગ શરીર હોવા છતાં તેમણે પોતાના કરિયરને નબળુ ન પડવા દીધુ. તેઓ એક સફળ ગ્રાફિક્સ ડિઝાઈનર, એક ગ્લોબલ મોટિવેશનલ સ્પીકર, ગુડવિલ એમ્બેસેડર અને એક પ્રમાણિત હોપ્પીનેસ કોચ છે. આ ઉપરાંત તેમણે લિમ્કા અને બીજા 15 વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તેઓ એ લોકો માટે આશાનુ કિરણ ફેલાવી રહ્યા છે જેમણે વિકલાંગતાને કારણે ખુદને પોતાના ક્ષેત્રમાં સીમિત કરી દીધા છે. તેઓ એ જગ્યાને વ્હીલચેર ફેન્ડલી બનાવી રહ્યા છે.
તેમની હેપીનેસ કોચિંગ દ્વારા લાખો લોકો ખાસ કરીને વૈશ્વિક નેતાઓ, સ્કૉલર્સ, ડૉક્ટરો, વિદ્યાર્થીઓ, કૉર્પોરેટ્સ, જીબીબીટીક્યુ કમ્યુનિટી, ગરીબ બાળકો, વંચિમહિલાઓ અને યુવા આઈટી પ્રોફેશનલ્ને મળ્યા અને તેમના પ્રેરિત કર્યા. તેમણે પોતાના વિવિધ રચનાત્મક કૌશલ અને જ્ઞાન સાથે વિવિધ સમુદાયોને આગળ આવવા અને જીવનમાં ઉત્કૃષ્તા મેળવવા માટે પ્રેરિત કર્યા. તેમણે અમેરિકા, ઑસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર વગેરે જેવા દેશોના લોકોની વિવિધ શૈલીઓ સાથે વાત કરી. તે આપણે બતાવે છે કે દુઃખ કરવા માટે લાખો કારણ હોઈ શકે છે પરંતુ તેને પોતાના જીવનના ભાગ તરીકે સ્વીકારવુ જ વાસ્તવિક સુખ અને શાંતિની ચાવી છે. મુશ્કેલીઓને સહન કરવી અને બધા નકારાત્મક પાસાંઓ પર સકારાત્મકતાને પસંદ કરવાથી તેમના જેવા વ્યક્તિઓ પ્રતિષ્ઠિત બનાવે છે. ડૉ. કૌસ્તુવ દાસગુપ્તા ડી-30 ડિસેબિલિટી ઈમ્પેક્ટ લિસ્ટ 2021માં ભારતમાંથી પસંદ કરવામાં આવ્યા છે. તેઓ હવે અન્ય વૈશ્વિક વિકલાંગતા નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રાખવામાં આવેલા લક્ષ્યોમાં યોગદાન આપશે જેઓ દિવ્યાંગતા ગૌરવને વધારવાના મિશન પર છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
