પટનાઃ ડૉક્ટર્સે દર્દીના દિમાગમાંથી ક્રિકેટના દડા જેવડું બ્લેક ફંગસ કાઢ્યું
પટનાઃ ડૉક્ટર્સે દર્દીના દિમાગમાંથી ક્રિકેટના દડા જેવડું બ્લેક ફંગસ કાઢ્યું
મૃત્યુદર 50 ટકાથી વધુ હોવાના કારણે બ્લેક ફંગસ કોરોનાવાયરસથી પણ વધુ ખતરનાક છે. કોરોનાવાયરસ થયો હોય તેવા દર્દીઓને મોટેભાગે આ બીમારી થાય છે. બ્લેક ફંગસમાં મોઢામાં સોજા આવી જાય, આંખોને અને દિમાગને અસર પહોંચ છે, દર્દી બોલવામાં અક્ષમ થઈ જાય છે. બિહારના પટના ખાતે આવેલ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના તબીબોએ 60 વર્ષના દર્દીની બ્લેક ફંગસની સફળ સર્જરી કરી છે. તબીબોએ જણાવ્યું કે, ક્રિકેટના દડા જેવડી બ્લેક ફંગસની સાઈઝ હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ શુક્રવારે સર્જરી કરવામાં આવી હતી જે સતત ત્રણ કલાક સુધી ચાલી હતી. દર્દી અનિલ કુમાર (રહે. જમુઈ)ની તબિયત હાલ સ્થિર છે. અનિલ કુમાર તાજેતરમાં જ કોરોનાવાયરસથી સાજા થયા હતા પણ બદનસીબે તેઓને બ્લેક ફંગસ થઈ ગયો હતો.લ
IGIMS હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ મનિષ પાંડલે જણાવ્યું કે, નાક મારફતે અનિલ કુમારના મગજ સુધી બ્લેક ફંગસ પહોંચી ગયો હતો, જેથી તેની આંખોમાં નહોતો ફેલાયો, આ કારણે સર્જરી દરમિયાન દર્દીની આંખો સુરક્ષિત રહી.
કાર્બનિક પદાર્થોના ઘાટ અને સડાના કારણે બ્લેક ફંગસ થાય છે. જેમને ડાયાબિટીઝ હોય અથવા તો જેમનામાં સ્ટેરોઈડનું વધુ પ્રમાણ હોય તેમને બ્લેક ફંગસ વધુ અસર કરે છે. કોરોનાવાયરસથી સાજા થયા હોય અને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેવા દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ જોવા મળ્યા હતા.
બિહાર સરકારે 22 મેના રોજ મહામારી રોગ અધિનિયમ 1897ની કલમ 2 અંતર્ગત બ્લેક ફંગસને મહામારી ઘોષિત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
