સીમાને હૈદરને પાકિસ્તાન પરત મોકલો નહીં તો હિન્દુ મહિલાને નહીં છોડીએ, આતંકીઓની વીડિયોથી ધમકી
પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદરે ભારતની નાગરિકતા માટે અરજી કરી છે. જો કે સીમા હૈદર ભારત આવી તેનાથી ત્યાંના કેટલાક આતંકીઓના પેટમાં તેલ રેડાયુ છે અને વીડિયોથી ધમકી આપી રહ્યા છે.
એક તરફ સીમા પાકિસ્તાન પરત ફરવા તૈયાર નથી અને તેને તેના બાળકો સાથે ભારતમાં રહેવા માટે નાગરિકતાની માંગ કરી છે તો બીજી તરફ આ આંતકીઓ તેને દેશ પરત ફરવા માટે ધમકાવી રહ્યા છે. હાલમાં જ ધમકીના બે વીડિયો સોશિયલ મીડિયા પર છવાયા છે.

એક વીડિયો પાકિસ્તાનના કચ્છ વિસ્તારનો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ વીડિયોમાં કચ્છના ડાકુ રાનો શારે ધમકી આપી છે કે જો સીમા હૈદરને બે દિવસમાં પાકિસ્તાન નહીં મોકલવામાં આવે તો સિંધના હિંદુ મંદિરો પર હુમલો કરશે.
ડાકુ રાનો શારનું કહેવું છે કે સીમા જે રીતે ભાગીને ભારત પહોંચી છે તે ધર્મ વિરુદ્ધ છે. તેને ભારત સરકારને અપીલ કરે છે કે સીમાને ભારત પરત મોકલે નહીં તો તે કંઈ પણ કરી શકે છે.
બીજા એક વીડિયોમાં કેટલા આતંકીઓ હથિયારો સાથે જોવા મળી રહ્યા છે. આ આતંકીઓ સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલવાનું કહેતા જોવા મળે છે. આ વિડિયોમાં છ આતંકવાદીઓ હથિયારો જોવા મળી રહ્યા છે અને ગંદી ભાષામાં સીમાને પાકિસ્તાન પરત મોકલવાની ધમકી આપી રહ્યા છે.
Please have look on this dacoit. He is threatening to kill #Hindus in #Sindh and attack the Holy place #RahrkiDham within two days if the lady #SeemaHaider and her children do not return. We have already had enough now this new threat is being born.#MinoritiesInPakistan pic.twitter.com/wXqHO02Dm1
— Jesse Sharma (@JassiiSharma) July 10, 2023
વીડિયોમાં એક આતંકી કહી રહ્યો છે કે, જો ભારત અમારી મહિલાને પરત નહીં કરે તો અમે ચૂપ નહીં રહીએ. જ્યાં પણ હિંદુઓ જોવા મળશે તેની સાથે ગેરવર્તન કરાશે. એક આતંકવાદીએ ધમકી આપી છે કે જો સીમા અને તેના ચાર બાળકોને પાકિસ્તાનને સોંપવામાં નહીં આવે તો તે હિન્દુ મહિલાઓ પર બળાત્કાર કરશે.
50 સેકન્ડના આ વીડિયોમાં 6 માસ્ક પહેરેલા પુરુષો જોવા મળી રહ્યા છે. દરેકના હાથમાં રાઈફલ છે. વચ્ચે બેઠેલી વ્યક્તિ કહે છે કે, અમારા જખરાણી કુળની એક છોકરી પાકિસ્તાનથી દિલ્હી ગઈ છે. સમજી લો કે જો તમે અમારી છોકરીને પરત નહીં કરો તો જ્યાં પણ હિંદુઓ કે અન્ય ધર્મના લોકો હાજર હશે તેમને બક્ષવામાં આવશે નહીં.
10 July '23 Jacobabad, Sindh, Pakistan:
— Mahesh Vasu (@maheshmvasu) July 10, 2023
Dacoit belong to Baloch Jhakrani tribe issued a death threats & threat to rape Hindus in Sindh if India fails to send their daughter-in-law #SeemaHaider Jhakrani back along with her children.
Seema d/o Ghulam Raza Rind married Ghulam Haider… pic.twitter.com/KRHIP6DsFh
વીડિયોમાં ધમકી આપતા આ આતંકીઓ કહી રહ્યા છે કે, જો ઈજ્જત વહાલી હોય તો તેને બાળકો સાથે પરત કરો. અમે બલૂચ સમુદાય છીએ, તમને છોડીશું નહીં. અંતે તમામ આતંકવાદીઓ પાકિસ્તાન સમુદાય ઝિંદાબાદ, બલોચ સમુદાય ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
