તેજ પ્રતાપે લાલુ, રાબડી અને તેજસ્વી વિશે ખુલાસા કર્યા
તેજ પ્રતાપ યાદવ ઘ્વારા પટના સિવિલ કોર્ટમાં તલાકની અરજી દાખલ કર્યા પછી લાલુ યાદવનો આખો પરિવાર ચૂપ છે.
તેજ પ્રતાપ યાદવ ઘ્વારા પટના સિવિલ કોર્ટમાં તલાકની અરજી દાખલ કર્યા પછી લાલુ યાદવનો આખો પરિવાર ચૂપ છે. તેજ પ્રતાપના તલાકની અરજી વચ્ચે પણ નાનો ભાઈ તેજસ્વી યાદવ રાજનીતિમાં વ્યસ્ત છે. રાબડી દેવી, મિશા ભારતી સહીત ઐશ્વર્યા રાય ના પિતા ચંદ્રિકા રાયનો આખો પરિવાર પણ ચૂપ છે. ફક્ત તેજ પ્રતાપ જ છે જેઓ સતત મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઐશ્વર્યાએ મારી પર પાણી ફેંક્યું, મારપીટ પણ થઇ
પત્ની ઐશ્વર્યા વિશે ઘણા ખુલાસા કરનાર તેજ પ્રતાપે હવે પોતાના પરિવારનું દર્દ પણ વ્યક્ત કર્યું છે. તેમને મીડિયા સાથે વાતચીતમાં તેમની તલાકની અરજી પર પિતા લાલુ યાદવ અને માતા રાબડી દેવીએ શુ કહ્યું તેના વિશે પણ જણાવ્યું. તેજ પ્રતાપ યાદવે જણાવ્યું કે આ મુશ્કિલ પરિસ્થિતિમાં તેઓ એકલા પડી ગયા છે, તેના જ પરિવારે તેનો સાથ છોડી દીધો છે. તેજ પ્રતાપે એક પ્રકારે પોતાના પરિવાર વિરુદ્ધ પણ બગાવત કરી હોય તેવું દેખાઈ રહ્યું છે.

તેજ પ્રતાપે પિતા લાલુ યાદવ સામે પણ બગાવત કરી
પિતા લાલુ યાદવ સાથે રિમ્સમાં થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા તેજ પ્રતાપે કહ્યું કે તેમની પાસે એટલો સમય જ નથી. લાલુ યાદવે તેજ પ્રતાપને કહ્યું કે જયારે તેઓ ઘરે આવશે ત્યારે તેના વિશે વાત કરશે. પિતાની વાત માનવાના સવાલ પર તેજ પ્રતાપે કહ્યું કે જયારે, 'પાપા મારી વાત નથી માની રહ્યા તો હું તેમની વાત કેમ માનું'. તેજ પ્રતાપે કહ્યું કે પિતાને બેલ મળવામાં લાંબો સમય લાગશે અને તેઓ આટલો સમય રાહ નહીં જોઈ શકે.

માતા-પિતા, ભાઈ-બહેન બધા જ તેને સપોર્ટ કરે છે
તેજ પ્રતાપે મીડિયા સાથે વાતચીતમાં ખુલાસા કર્યા કે તેના માતા-પિતા, ભાઈ-બહેન બધા જ ઐશ્વર્યાને સપોર્ટ કરી રહ્યા છે. તેઓ તેને સપોર્ટ કરી રહ્યા છે અને પોતાના દીકરાને નકારી રહ્યા છે. તેને કહ્યું કે મારી સાથે અન્યાય થઇ રહ્યો છે. તેને આગળ કહ્યું કે તેજ પ્રતાપ યાદવને કોઈ બાંધવાનું કામ કરશે તો તેજ પ્રતાપ કોઈથી બંધાઈ નહીં.

ઐશ્વર્યાએ મિશાને કહ્યું કે, તું કોણ છે સલાહ આપનાર
ઐશ્વર્યા વિશે વધુ એક ખુલાસો કરતા તેજ પ્રતાપે જણાવ્યું કે તેને મિશા ભારતી સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. તેજ પ્રતાપે કહ્યું કે જયારે મિશાએ ઐશ્વર્યાને કોઈ સલાહ આપી હતી ત્યારે ઐશ્વર્યાએ તેને કહ્યું હતું કે, 'તું કોણ છે સલાહ આપનાર'.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
