નવો વિવાદ : ધોનીના વિષ્ણુ અવતારે હિન્દુઓની લાગણી દુભાવી
તરણ તારણ, 22 એપ્રિલ : એક અંગ્રેજી બિઝનેસ મેગેઝિનના કવર પેજ ઉપર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે જેના કારણે હિન્દુઓની લાગણી દુભાઇ છે અને મોટો વિવાદ ઉભો થયો છે. આ તસવીરમાં વાંધાજનક બાબત એ છે કે કેપ્ટન ધોનીને 'ગોડ ઓફ બિગ ડિલ્સ'નું બિરૂદ આપીને હાથમાં જુતાં પકડાવવામાં આવ્યા છે. જેની સામે હિન્દુ સંગઠનોએ નારાજગી વ્યકત કરી છે.

આ બાબતના વિરોધમાં તરન તારન ખાતે વિવિધ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને જોરદાર સૂત્રોચ્ચાર કરી ટ્રાફિક જામ કરી દીધો હતો. આજે દેખાવકારોએ સરકાર પાસે માંગણી કરી હતી કે, મેગેઝિન અને ધોની વિરોધ એફઆઇઆર નોંધવામાં આવે. આ મેગેઝીનના કવર પેજ ઉપર ધોનીને ભગવાન વિષ્ણુના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે.
આ વિવાદાસ્પદ તસવીરમાં ધોનીના માથા ઉપર મુગટ અને આઠ હાથોમાં મોબાઇલ, કોલ્ડડ્રિંક, લેઇઝ, ડાબર ચ્યવનપ્રાશ, કોટ, ઓઇલ ઉપરાંત એક હાથમાં બ્રાન્ડેડ જુતાં બતાડવામાં આવ્યાં છે. જેનાથી હિન્દુ સંગઠનો નારાજ થયા છે. પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા માટે લોકોએ ધોનીના પોસ્ટર ફુંકયા હતા. આનાથી હિન્દુ સમુદાયની લાગણીને ઠેસ પહોંચી છે અને તેથી મેગેઝિન અને ધોની બંનેએ માફી માંગવી જોઇએ એવી માગ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
