TMC નેતાના કૃષિ ભવન સામે ઘરણા, જાણો શું છે પુરો મામલો?
સાંસદ અભિષેક બેનર્જીની આગેવાનીમાં તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં કૃષિ ભવન સામે ધરણા પર બેઠુ હતુ. આ નેતાઓનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ તેમને અપોઈન્ટમેન્ટ આપ્યા બાદ પણ સમય ન આપ્યો,
ધરણા બાદ જોરદાર વિરોધને કારણે પોલીસે અભિષેક બેનર્જી, મહુઆ મોઇત્રા સહિત અનેક નેતાઓની અટકાયત કરાઈ છે.

આ મામલે ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે, અમે આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિને મળવા જઈ રહ્યા હતા. અમે 90 મિનિટ રાહ જોઈ. તે પછી અમને કહેવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી તેમને મળી શકશે નહીં.
તેમણે આગળ કહ્યું કે, સાધ્વી નિરંજન આજે સાંજે 4 વાગ્યે સુવેન્દુ અધિકારીને મળ્યા પરંતુ તેમને અહીં રાહ જોવડાવી. આ સ્પષ્ટ કરે છે કે તે મળવા માંગતી ન હતી. ટીએમસી નેતાએ કહ્યું કે અમે મળ્યા વિના નહીં જઈએ અને અહીં બેસીશું.
અહેવાલ અનુસાર, પ્રતિનિધિમંડળના સભ્યોની સંખ્યાને લઈને વિવાદ થયો હતો. ટીએમસીના કુલ 8 નેતાઓ મંત્રીને મળવા ગયા હતા પરંતુ તેમની ઓફિસમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર 5ને જ મળવા દેવામાં આવશે. આના પર ટીએમસી પ્રતિનિધિમંડળ મક્કમ રહ્યું અને કહ્યું હતું કે જ્યાં સુધી તમામ 8ને મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ નહીં જાય.
બીજી તરફ કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ એક વીડિયો ટ્વીટ કરીને TMCના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે, આજે 02:30 કલાકનો સમય વેડફાયો. આજે હું તૃણમૂલ સાંસદોની રાહ જોઈને 08:30 વાગ્યે ઓફિસથી નીકળી ગઈ.
મારી માહિતી મુજબ, તૃણમૂલ સાંસદો અને બંગાળના મંત્રીઓના પ્રતિનિધિમંડળે 6 વાગ્યે ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી.
જણાવી દઈએ કે, કેન્દ્ર અને ટીએમસી વચ્ચે લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. 2 ઓક્ટોબરે TMC નેતાઓએ અભિષેક બેનર્જીના નેતૃત્વમાં રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે રાજ્ય માટે વિશેષ ભંડોળની માંગ કરી રહ્યા હતા. જે બાદમાં પોલીસે તેમને ત્યાંથી હટાવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
