'એક લોકગાયિકાના અવાજથી ડરી ગયુ ભાજપ', નેહા સિંહ રાઠોડના સમર્થનમાં ઉતર્યા મનીષ સિસોદિયા
નેહા સિંહ રાઠોડ મુદ્દે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાજપ સરકારને ઘેરીને જોરદાર નિશાન સાધ્યુ છે.
Neha Singh Rathore: 'યુપીમે કા બા' દ્વારા સત્તાને સવાલ કર્યા બાદ ગાયિકા નેહા સિંહ રાઠોડ(Neha Singh Rathore)છવાઈ ગયા બાદ કાનપુર પોલીસે તેમને એક નોટિસ પકડાવી દીધી છે. જેમાં તેમની સામે આરોપ છે કે તેમને 'કા બા સિઝન- 2' ગીત દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનુ કામ કર્યુ છે. વાસ્તવમાં, આ ગીત નેહા સિંહ રાઠોડે કાનપુરના અગ્નિકાંડને મુદ્દો બનાવીને ગાયુ હતુ. વળી, હવે કાનપુર પોલીસે નોટિસમાં તેમને સાત સવાલ કર્યા છે, જેનુ સ્પષ્ટીકરણ તેમણે ત્રણ દિવસમાં આપવાનુ છે.

નેહા સિંહ રાઠોડને મોકલવામાં આવેલી પોલીસની નોટિસ બાદ હવે રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બાદ હવે દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ભાજપ સરકારને ઘેરીને જોરદાર નિશાન સાધ્યુ છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને લખ્યુ, 'પોતાના લોકગીતો દ્વારા સત્તાને બેબાક સવાલ પૂછનાર લોકપ્રિય ગાયિકા નેહા સિંહ રાઠોડે જ્યારે ગાયુ કે 'યુપીમે કા બા?' તો ભાજપ સરકારે તેમના ઘરે પોલીસના હાથે નોટિસ મોકલાવી દીધી... એક લોકગાયિકાના અવાજથી આટલી ડરી ગઈ ભાજપ? શરમજનક. ખૂબ જ શરમજનક છે આ.'
अपने लोकगीतों के ज़रिए सत्ता से बेबाक़ सवाल पूछने वाली लोकप्रिय गायिका @nehafolksinger ने जब गाया कि “यूपी में का बा?” तो बीजेपी सरकार ने उनके घर पुलिस के हाथों नोटिस भिजवा दिया…
— Manish Sisodia (@msisodia) February 22, 2023
एक लोकगायिका की आवाज़ से इतना डर गई बीजेपी?
शर्मनाक. बेहद शर्मनाक है ये. https://t.co/CVWKzwSDxz
આ પહેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નેહા સિંહ રાઠોડને સમર્થન આપ્યુ છે. અખિલેશ યાદવે નેહા સિંહ રાઠોડના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યુ,
'યુપી મે કા બા
યુપીમે જૂઠે કેસોકી બહાર બા
યુપીમે ગરીબ-કિસાન બેહાલ બા
યુપીમે પિછડે-દલિતો પર પ્રહાર બા
યુપીમે કારોબાર કા બંટાધાર બા
યુપીમે ભ્રષ્ટાચાર હી ભ્રષ્ટાચાર બા
યુપીમે બિન કામ કે બસ પ્રચાર બા
યુપીમે અગલે ચૂનાવ કા ઈંતજાર બા
યુપીમે અગલી બાર ભાજપ બહાર બા'
સમાજવાદી પાર્ટીના મીડિયા સેલના હેન્ડલે ટ્વિટ કર્યુ છે કે, 'યુપીમાં કા બા ગાઈને ભાજપ સરકારને અરીસો દેખાડનાર લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને ભાજપ શાસિત યોગી સરકારે પોલીસ નોટિસ મોકલી છે. ચોક્કસપણે ભાજપ સરકારનો ચહેરો કદરૂપો, ક્રૂર અને વિકૃત છે. તેથી જ આ સરકાર અરીસાથી ડરે છે અને અરીસો દેખાડનારાઓને નોટિસ/જેલ મોકલે છે. શરમ કરે ભાજપ.'
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
