દિલ્લીને મળશે 3237 બેડવાળી ચાર હૉસ્પિટલોની ભેટ, સિસોદિયાએ અધિકારીઓને આપ્યા આ નિર્દેશ
દિલ્લીવાસીઓને ટૂંક સમયમાં 3237 બેડની ક્ષમતાવાળી ચાર નવી હૉસ્પિટલની ભેટ મળશે.
નવી દિલ્લીઃ દિલ્લીવાસીઓને ટૂંક સમયમાં 3237 બેડની ક્ષમતાવાળી ચાર નવી હૉસ્પિટલની ભેટ મળશે. નાયબ મુખ્યમંત્રી અને જાહેર બાંધકામ પ્રધાન મનીષ સિસોદિયાએ મંગળવારે ખર્ચ નાણા સમિતિ દ્વારા મંજૂર કરાયેલ નવી હૉસ્પિટલોના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. સિસોદિયાએ સિરસપુર, જ્વાલાપુરી, માડીપુર, હસ્તસલ(વિકાસપુરી) ખાતે સાત નવી સેમી પર્મેનેન્ટ હૉસ્પિટલો તેમજ દ્વારકા સેક્ટર-નાઈન ખાતેની ઈન્દિરા ગાંધી હૉસ્પિટલ અને 6836 આઈસીયુની ક્ષમતા ધરાવતી સાત નવી સેમી પર્મેનેન્ટ હૉસ્પિટલોના બાંધકામની પ્રગતિની પણ તપાસ કરી હતી.

ઉપ મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી કે આ તમામ બાંધકામ સમયસર પૂર્ણ કરવામાં આવે. આ સાથે અહીં ગુણવત્તાના તમામ માપદંડો સુનિશ્ચિત કરવામાં આવે. જ્વાલપુરીમાં દિલ્લી સરકાર દ્વારા 1164 પથારીની ક્ષમતાવાળી 11 માળની હૉસ્પિટલનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત આ બિલ્ડિંગમાં બે માળનુ બેઝમેન્ટ પણ છે. સરકાર જ્વાલપુરી, માદીપુર અને હસ્તાલ (વિકાસપુરી) ખાતે 691 પથારીની ક્ષમતા ધરાવતી 10 માળની હૉસ્પિટલનુ નિર્માણ કરી રહી છે. જ્વાલાપુરી અને માદીપુરમાં બની રહેલી હૉસ્પિટલોનુ 50 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે અને હસ્તસલમાં હૉસ્પિટલ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે.
કોરોના જેવી મહામારી તેમજ ગંભીર કેસોનો સામનો કરવા માટે સરકાર 6836 ICU બેડની ક્ષમતા ધરાવતી સાત સેમી પર્મેમેન્ટ હૉસ્પિટલો તૈયાર કરી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ સરકાર શાલીમાર બાગ ખાતે 1430 પથારીની ક્ષમતાવાળી ચાર માળની હૉસ્પિટલ, કિરારી ખાતે 458 પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ, સુલતાનપુરીમાં 527 પથારીની ક્ષમતાવાળી ચાર માળની હૉસ્પિટલ, જીટીબી સંકુલમાં 1912 પથારીની ક્ષમતા ધરાવતી પાંચ માળની હૉસ્પિટલ, ચાચા નહેરુ ચિલ્ડ્રન હૉસ્પિટલમાં 596 પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ, સરિતા વિહારમાં 336 પથારીની ક્ષમતાવાળી પાંચ માળની હૉસ્પિટલ અને રઘુવીર નગરમાં 1577 પથારીની ક્ષમતા ધરાવતી ચાર માળની હસ્પિટલનુ બાંધકામ ચાલી રહ્યુ છે.
સરકાર દ્વારકા સેક્ટર-9 સ્થિત ઈન્દિરા ગાંધી હૉસ્પિટલમાં 1241ની ક્ષમતાવાળા ત્રણ હૉસ્પિટલ બ્લૉકનુ નિર્માણ કરી રહી છે. અહીં નવ માળનો વોર્ડ બ્લૉક, છ માળનો ઓપીડી અને છ માળનો ઈમરજન્સી બ્લૉક બનાવવામાં આવી રહ્યો છે. ત્રણેય બ્લૉકમાં બે માળનુ બેઝમેન્ટ પણ છે. આ હસ્પિટલનુ નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયુ છે જે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
