દિલ્હી હિંસાની દર્દભરી કહાની, કોઈ દૂધ લેવા નિકળ્યું હતું તો કોઈના 11 દિવસ પહેલા જ થયાં હતાં લગ્ન

દિલ્હી હિંસાની દર્દભરી કહાની, કોઈ દૂધ લેવા નિકળ્યું હતું તો કોઈના 11 દિવસ પહેલા જ થયાં હતાં લગ્ન

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી દિલ્હીના વિસ્તારોમાં હિંસા આગની જેમ ફેલાઈ ચૂકી છે જેમાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત થયાં છે, જ્યારે ઘાયલોની સંખ્યા 200થી પણ વધુ છે. બુધવારે કોઈ અપ્રિય ઘટના નથી ઘટી અને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ધીરે ધીરે હાલાત સામાન્ય થઈ રહ્યા છે. દિલ્હી પોલીસે દાવો કર્યો કે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં હાલાત કાબૂમાં છે. આ હિંસામાં બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધાને આવારા તત્વોએ નિશાને લીધા હતા. કોઈ નવવિવાહિત હતા તો કોઈ વેપારી, કોઈ કારપેંટર હતા તો કોઈ મજૂર. કોઈ પોતાના ઘરેથી બાળકો માટે ટૉફી લેવા નિકળ્યા હતા, પરંતુ અસામાજીક તત્વોએ કોઈને ના છોડ્યા.

હિંસામાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત

હિંસામાં અત્યાર સુધીમાં 32 લોકોનાં મોત

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ જીટીબી હોસ્પિટલમાં અત્યાર સુધી જેમની ઓળખ થઈ છે, તેમાં દીપક કુમાર (34), ઈશાક ખાન (24), મોહમ્મદ મુદસ્સિર (30), વીર ભાન (50), મોહમ્મદ મુબારક હુસૈન (28), શાન મોહમ્મદ (35) સામેલ છે. આ ઉપરાંત પરવેશ (48), જખીર (24), મેહતાબ (22), અશફાક (22), રાહુલ સોલંકી (26), શાહિદ (25), મોહમ્મદ ફુરકાન (30), રાહુલ ઠાકુર (23), રતન લાલ (42), અંકિત શર્મા (26), દિલબર, મોહસિન અલી (24), અને વિનોદ કુમાર (50) સામેલ છે. જ્યારે લોકનાયક હોસ્પિટલમાં બે લોકો મહરુફ અલી (30) અે અમન (17)ના મોત થયાં.

અશફાકના 14 ફેબ્રુઆરીએ લગ્ન થયાં હતાં

અશફાકના 14 ફેબ્રુઆરીએ લગ્ન થયાં હતાં

આ ઉપરાંત બાકીની ઓળખ હજી થઈ નથી શકી. મુસ્તફાબાદના રેહવાસી અશફાક હુસૈન કામ પરથી પરત ઘરે ફરી રહ્યો હતો, ત્યારે જ તેના ગળા પર પ્રહાર કરી દેવામાં આવ્યો. તેના શરીર પર ગોળીઓના 5 નિશાન પણ મળ્યા છે. એક ઈલેક્ટ્રિશિયને અલ-હિંદ હોસ્પિટલમાં દમ તોડ્યો, જેના દેહને સવારે જીટીબી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેની પત્ની તસનીમે જણાવ્યું કે 14 ફેબ્રુઆરીએ જ બંનેના લગ્ન થયાં હતાં. ચાચી આજરા ખાતૂને જણાવ્યું કે તે જલદી જ ઘરે પરત ફરવા માંગતો હતો, પરંતુ હિંસાના કારણે આવી ના શક્યો. જીટીબી હોસ્પિટલમાં 28 લોકોના મોત થયાં છે જ્યારે એલએનજેપી હોસ્પિટલમાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ.

અમનના ગળાને ચીરતી નિકળી ગઈ ગોળી

અમનના ગળાને ચીરતી નિકળી ગઈ ગોળી

અમન દૂધ લેવા ગયો હતો જ્યારે તેને જાફરાબાદ મેટ્રો સ્ટેશન પાસે મોઢામાં ગોળી મારી દીધી હતી. ગોળી તેના ગળાને ચીરતી નીકળી ગઈ હતી. વિવેક ચૌધરી (19)ને ન્યૂરો સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેના માથામાં ઈજા પહોંચી હતી, બુધવારે તેનું સફળ ઓપરેશન રહ્યું હતું. પોતાના પિતાનો દેહ લેતી વખતે નિતિને જણાવ્યું કે કેવી રીતે ભીડે તેના પર હુમલો કર્યો જ્યારે તે લોકો બ્રહ્મપુરીમાં દવા લેવા જઈ રહ્યા હતા. નીતિને જણાવ્યું કે ભીડે તેની બાઈકને આગના હવાલે કરી દીધી, તેણે કહ્યું, હું અને મારા પિતા રસ્તા પર પડ્યા હતા, કોઈએ અમને બંનેને હોસ્પિટલે પહોંચાડ્યા.

મહતાબને ભીડે આગના હવાલે કરી દીધી

મહતાબને ભીડે આગના હવાલે કરી દીધી

મહતાબ (21) બ્રીજપુરીમાં દૂધ લેવા નિકળ્યો હતો. કન્સ્ટ્રક્શન મજૂરીનું કામ કરતા મહતાબ પોતાની મા, બહેન અને ભાઈ સાથે એક ગલીમાં રહેતો હતો જ્યાં હિન્દુ-મુસ્લિમ બંને રહે છે. યાસમીને જણાવ્યું કે અમે લોકો બહાર નીકળવાની ના પાડી રહ્યા હતા પરંતુ તેને ચા પીવી હતી. તે જેવો જ બહાર ગયો અમે લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા. જેવો જ તે પાછો આવ્યો, બહાર લોકોએ તેને ઘેરી લીધો અને તેને પકડીને ઘસેડવા લાગ્યા. અમે લોકો ચીસો પાડતા રહ્યા પણ તેમણે મહતાબને છોડ્યો નહિ. થોડીવાર બાદ એક ફોન આવ્યો કે મહતાબને આગને હવાલે કરી દીધો.

જાકિર અલી વેલ્ડરનું કામ કરતો હતો

જાકિર અલી વેલ્ડરનું કામ કરતો હતો

બુધવારે સાંજે 24 વર્ષના મોહસિન અલીનો પરિવાર પોતાના દીકરાની તલાશમાં મડદાઘર આવ્યો હતો, જે મંગળવારે સાંજથી ઘરે નહોતો આવ્યો. તેમને સાંજે 6.30 વાગ્યે તેનો દેહ મળ્યો. મૂળ હાપુના રહેવાસી અલીના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેના માથામાં ઘાવ લાગ્યો હતો. જાકિર અલી વેલ્ડરનું કામ કરતો હતો, તેની બહેનનું કહેવું છે કે તે બ્રીજપુરી પાસે મસ્જિદમાં નમાજ અદા કરવા ગયો હતો અને રસ્તામાં જ તેને ગોળી મારી દીધી. લોકનાયક હોસ્પિટલમાં મારુફ અને અમનના મોતની પુષ્ટિ થઈ.

સલમાનીની 85 વર્ષીય માતાને જીવતી સળગાવી

સલમાનીની 85 વર્ષીય માતાને જીવતી સળગાવી

હિંસા દરમિયાન ચાર લોકો એસિડ અટેકમાં થાયલ થઈ ગયા. શિવ વિહારમાં દુકાનો સળગાવી દેવામાં આવી અને લૂટપાટ કરવામાં આવી. 85 વર્ષની વૃદ્ધ મહિલા અકબરીનું પણ હિંસા દરમિયાન મોત થયું. દંગાઈઓએ ગમરી ગામ સ્થિત ઘરને આગના હવાલે કરી દીધું હતું. ઘરના પહેલા બે ફ્લોરમાં સઈદ સલમાનીની કપડાની દુકાન છે. સલમાનીએ જણાવ્યું, મંગળવારે દૂધ લઈ ઘરેથી બહાર ગયો હતો, પરંતુ જ્યારે પાછો આવ્યો તો 100-150 લોકો અમારી ગલી સામે આવીને ઉભા હતા. તેમણે ગેટ તોડી દીધો અને પહેલા બે ફ્લોરને આગ લગાવી દીધી. મારા બાળકો અને પત્ની ભાગીને બહાર આવી ગયા પરંતુ વૃદ્ધ માતા બહાર ના નિકળી શક્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X