દિલ્હી: અનલોકની પ્રક્રિયા શરૂ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે બાર-રેસ્ટોરન્ટ
કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કો
કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ્સને સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રેસ્ટોરાં અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સ સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે બાર બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

આ ચીજો પર પ્રતિબંધ
- તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટેંસ લર્નિંગ ક્લાસ ચાલુ રહેશે અને બઢાવો આપવામાં આવશે.
- સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવાર સંબંધિત કાર્યક્રમો અને આ માટે લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ.
- બધા સ્વિમિંગ પુલ બંધ રહેશે. જો કે, જેઓ રમતગમત સાથે સંકળાયેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લે છે તેમને આની મંજૂરી આપવામાં આવી છે.
- સિનેમા હોલ, થિયેટરો, બેંક્વેટ હોલ, મલ્ટિપ્લેક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે. સ્પા, જીમ, યોગ સંસ્થાઓ બંધ રહેશે.
આની મંજુરી
- તમામ સરકારી કચેરીના અધિકારીઓનો વર્ગ 100 ટકા ક્ષમતા સાથે ઓફિસમાં આવી શકે છે, જ્યારે બાકીના કર્મચારીઓ 50 ટકાની ક્ષમતા સાથે કચેરીમાં આવી શકે છે.
- લોકોને ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ઓફિસે આવવાની છૂટ છે.
- કરિયાણાની દુકાન, કોલોનીમાં ચાલતી દુકાનોને દરરોજ ખોલવાની છૂટ આપવામાં આવી છે. બિન-જરૂરી ચીજોની દુકાનો સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
- બધા બજારો, સંકુલ અને મોલ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- રેસ્ટોરન્ટ્સ 50 ટકાની ક્ષમતા સાથે સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
- બાર 50 ટકાની ક્ષમતા સાથે બપોરે 12 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે.
More From
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
