Delhi Pollution: દિલ્લીનુ પ્રદૂષણ યથાવત, ધૂમ્મસની ચાદર છવાઈ, AQI 354
રાજધાની દિલ્લીમાં આજે પણ સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક એક વાર ફરીથી અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે.
Delhi Pollution: રાજધાની દિલ્લીમાં આજે પણ સરેરાશ વાયુ ગુણવત્તા સૂચકાંક એક વાર ફરીથી અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધવામાં આવ્યો છે. સમગ્ર દિલ્લીમાં ધૂમ્મસની ચાદર છવાયેલી છે. લોકોને સવારે ઘરની બહાર નીકળવામાં મુશ્કેલીઓને સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્લીમાં વરસાદના અણસાર છે જેના કારણે પ્રદૂષણમાં ઘટાડો થવાની સંભાવના છે.

વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો
પ્રદૂષણને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને આ કારણોસર દિલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(DIAL) એ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે.તમને જણાવી દઈએ કે આજે પણ દિલ્લીમાં AQI 300થી વધુ છે. પાટનગરમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આજે સવારે દિલ્લીના AQIની સ્થિતિ નીચે મુજબ હતી...

દિલ્લીના AQIની સ્થિતિ
પંજાબી બાગ, દિલ્લી - DPCC પીતમ પુરા 326 AQI પૂસા, દિલ્લી - IMD પશ્ચિમ દિલ્લી 302 AQI શાદીપુર, દિલ્લી - પશ્ચિમ દિલ્લી 354 AQI
મુંડકા, દિલ્લી - ભીમ નગર 330 AQI
પરપડગંજ - 326 AQI
અશોક વિહાર, દિલ્લી - DPCC- 356 AQI
આ છે માપદંડ
શૂન્ય અને 50ની વચ્ચે AQI 'સારુ'
51અને 100ની વચ્ચે AQI 'સંતોષજનક'
101અને 200ની વચ્ચે AQI 'મધ્યમ'
201અને 300ની વચ્ચે AQI 'ખરાબ'
301અને 400ની વચ્ચે AQI 'ખૂબ ખરાબ'
401અને 500ની વચ્ચે AQI 'અત્યંત ખરાબ'

હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો
આજે પણ દિલ્લીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે. હિમાચલમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગે આજે પણ અહીં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. હિમાચલની સાથે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પણ વરસાદની સંભાવના છે. બીજી તરફ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 10થી 12 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાનગી કંપની સ્કાયમેટે કહ્યુ છે કે આગામી 24 કલાકમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આજે પ્રદૂષણ ચરમસીમા પર હશે પરંતુ વાદળછાયુ વાતાવરણ રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
