દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરના પિતાને સસ્પેન્ડ કર્યા

દિલ્હી પોલીસે યુવતીની દર્દનાક પીટાઈ કરતા આરોપી રોહિત તોમરના પિતાને સસ્પેન્ડ કરી દીધા છે.

દિલ્હી પોલીસે યુવતીની દર્દનાક પીટાઈ કરતા આરોપી રોહિત તોમરના પિતાને સસ્પેન્ડ કરી દીધા છે. દિલ્હી પોલીસે સોમવારે રોહિત તોમરના પિતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોક તોમરને સસ્પેન્ડ કરી દીધા છે. અશોક તોમરને કથિત રૂપે પીડિતાના પરિવારને ધમકી આપવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે શુક્રવારે એક યુવતીની દર્દનાક પીટાઈ કરવાના આરોપમાં રોહિત તોમરની ધરપકડ કરી હતી. રોહિતે પોતાની એક્સ ગર્લફ્રેંડને ડરાવવા માટે યુવતીની પીટાઈ કરીને તેનો વીડિયો તેની એક્સ ગર્લફ્રેંડને મોકલ્યો હતો.

દિલ્હી પોલીસે રોહિતના પિતાને સસ્પેન્ડ કર્યા

દિલ્હી પોલીસે રોહિતના પિતાને સસ્પેન્ડ કર્યા

દિલ્હી પોલીસે આરોપી રોહિત તોમરના પિતા અશોક તોમરને સસ્પેન્ડ કરી દીધા છે. અશોક તોમર પર પીડિત પરિવારે ધમકાવવાનો આરોપ છે. દિલ્હીના તિલકનગરમાં એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી રોહિત તોમર વિરુદ્ધ રેપની કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. વીડિયો વાયરલ થયા પછી ગૃહમંત્રી રાજનાથ સિંહએ આખો મામલો ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી હતી.

એક્સ ગર્લફ્રેંડને ડરાવવા માટે વીડિયો

14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે રોહિત તોમરની ધરપકડ કરી. ત્યારપછી શુક્રવારે રાત્રે દિલ્હી પોલીસે વધારે સખત કાર્યવાહી કરતા વીડિયો બનાવનાર વ્યકતિ સહીત બીજા બે લોકોની ધરપકડ કરી. રોહિતે આ બધું તેની એક્સ ગર્લફ્રેંડ જ્યોતિને ડરાવવા માટે કરતો હતો. તેને પિટાઈનો વીડિયો રેકોર્ડ કરીને જ્યોતિને મોકલ્યો અને તેને કહ્યું કે જો તેની સાથે લગ્ન નહીં કરે તો તેનો પણ આવો જ હાલ થશે. રોહિત તેની એક્સ ગર્લફ્રેંડ જ્યોતિને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો.

રોહિતના વર્તનને કારણે બ્રેકઅપ થયું હતું

જ્યોતિ અને રોહિત છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતા પરંતુ રોહિતની ખરાબ આદત અને તેના ગુસ્સાવાળા સ્વભાવને કારણે જ્યોતિએ તેની સાથે બ્રેકઅપ કરી લીધું. બ્રેકઅપ પછી રોહિત તેને હેરાન કરવા લાગ્યો અને તેના પર એસિડ ફેંકવાની ધમકીઓ પણ આપવા લાગ્યો. તેનાથી પરેશાન થઈને જ્યોતિએ રોહિત સામે એફઆઈઆર પણ નોંધાવી હતી. વીડિયો વાયરલ થયા પછી રોહિત પર વધારે ચાર્જ લગાવવામાં આવ્યા છે.

પીડિતા સામે આવી અને પોલીસને પોતાની આપવીતી સંભળાવી

પીડિતા સામે આવી અને પોલીસને પોતાની આપવીતી સંભળાવી

વીડિયોમાં રોહિત જે યુવતીની પીટાઈ કરી રહ્યો છે તે હવે પોલીસે સામે આવી ચુકી છે. તેને રોહિત સામે રેપની કેસ પણ નોંધાવ્યો છે. યુવતીએ જણાવ્યું કે 2 સપ્ટેમ્બરે રોહિતે તેને એક ઓફિસમાં બોલાવી તેની સાથે મારપીટ કરી અને તેનો રેપ કર્યો. જો તેને કોઈને પણ કહ્યું તો મારી નાખવાની ધમકી પણ આપી. યુવતી ખુબ જ ગભરાઈ ગયો જેથી તે પોલીસ પાસે નહીં ગયી. પરંતુ વીડિયો વાયરલ થયા પછી તે હિમ્મત કરીને પોલીસે પાસે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X