દિલ્લીની મેક્સ હોસ્પિટલમાં ડૉક્ટર સહિત સ્ટાફના 150 લોકો ક્વૉરંટાઈન
દિલ્લીના સાકેતમાં સ્થિત મેક્સ હોસ્પિટલમાં કામ કરનાર 150 લોકોને સેલ્ફ ક્વૉરંટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે.
દિલ્લીના સાકેતમાં સ્થિત મેક્સ હોસ્પિટલમાં કામ કરનાર 150 લોકોને સેલ્ફ ક્વૉરંટાઈનમાં મોકલી દેવામાં આવ્યા છે. આ લોકોમાં ડૉક્ટર, નર્સ અને હોસ્પિટલનો બાકી સ્ટાફ શામેલ છે. બે દર્દીઓ કોરોના વાયરસ સંક્રમિત મળ્યા બાદ તેમને એ નિર્દેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યુ છે, 'બે દર્દી હ્રદય રોગના ઈલાજ માટે ભરતી થયા હતા. બાદમાં તે કોરોના પૉઝિટીવ મળી આવ્યા. આ દર્દીના સંપર્કમાં આવનાર આરોગ્યકર્મીઓ વિશે માહિતી લેવામાં આવી છે જેમાંથી 39ને હોસ્પિટલમાં ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.'

સૂત્રો મુજબ હવે હોસ્પિટલ પ્રશાસને કહ્યુ છે કે આ લોકો ઉપરાંત પણ જો કોઈ બંને દર્દીઓ સંપર્કમાં આવ્યુ હોય તો તે સેલ્ફ ક્વૉરંટાઈનનુ પાલન કરે. આ બધા લોકોનો કોરોના વાયરસનો ટેસ્ટ કરવામાં આવશે. હોસ્પિટલે કહ્યુ, બધા સ્ટાફના 39 લોકોમાં કોઈ લક્ષણ નથી અને તેમનો ટેસ્ટ કરવામાં આવશે. સાકેતમાં મેક્સ હોસ્પિટલના વૉર્ડમાં અલગ અલગ શિફ્ટમાં 154 લોકોની ડ્યુટી હતી. આમાંથી 39 હોસ્પિટલના જ ક્વૉરંટાઈન સેન્ટરમાં છે.
આ પહેલા એમ્સ દિલ્લીના કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં ડૉક્ટરો, નર્સો અને ટેકનિશિયનો સહિત લગભગ 30 આરોગ્યકર્મીઓને ક્વૉરંટાઈન રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ પગલુ 72 વર્ષના એક વ્યક્તિના કોરોનાથી પૉઝિટીવ આવ્યા બાદ લેવામા આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે દિલ્લીની હોસ્પિટલોમાં ઘણા ડૉક્ટર અને અન્ય ચિકિત્સા કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. આમાં ઘણા મોહલ્લા ક્લીનિકમાં કામ કરતા લોકો પણ શામેલ છે.
દેશમાં કોરોના વાયરસનુ સંકટ વધી રહ્યુ છે. સોમવારે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી દેશમાં 35 મોત બાદ કુલ મોતની સંખ્યા વધીને 308 થઈ ગઈ છે. ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસ 9152 થઈ ગયા છે. આમાં 7987 સક્રિય કેસ, 856 સ્વસ્થ/ રજા/વિસ્થાપિત અને 308 મોત શામેલ છે.












Click it and Unblock the Notifications
