ઉપરાજ્યપાલે સરકાર રચવા હર્ષવર્ધનને આપ્યું આમંત્રણ
નવી દિલ્હી, 12 ડિસેમ્બર: દિલ્હીના ઉપરાજ્યપાલ નઝીબ જંગે સરકારના ગઠન પર ચર્ચા કરવા માટે ભાજપાના મુખ્મમંત્રી પદના ઉમેદવાર હર્ષવર્ધનને ગુરુવારે બોલાવ્યા છે. જ્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગતુ દેખાઇ રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને સરકાર નહીં બનાવવાના પોતાના વલણ પર બુધવારે પણ અડગ રહ્યા અને તેમણે ફરીથી ચૂંટણીને પ્રાથમિકતા આપી છે.
ભાજપના હર્ષવર્ધને આ મુદ્દા પર પાર્ટીનું આ વલણ અપનાવ્યું કે તેમની પાસે સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો નથી. હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવે તો તેનું સ્વાગત છે.
હર્ષવર્ધને જણાવ્યું કે તેમની પાર્ટી સરકાર ગઠનને લઇને કોઇ પણ પ્રકારની જોડતોડની રાજનીતિ નહીં અપનાવે, અને તેઓ વિપક્ષની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જ્યારે આપના પ્રમુમ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે તેમની પાર્ટી ફરીથી ચૂંટણી કરાવવાનું પસંદ કરશે.

ઉલ્લેખનીય છે કે 70 સભ્યોવાળી દિલ્હી વિધાનસભામાં ભાજપને 31 બેઠકની સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને તેમના સહયોગી શિઅદની પાસે એક બેઠક છે. જ્યારે, આપને 28 બેઠક મળી છે અને કોંગ્રેસને આઠ પર સમેટાઇ ગઇ છે. જેડીયૂએ એક બેઠક જીતી છે જ્યારે મુંડકા બેઠક અપક્ષીય ઉમેદવારના ખાતામાં ગઇ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
