Gurugram: દિલ્લી-જયપુર હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માત, ટેંકર અને કારની ટક્કરમાં 4ના મોત
Delhi-Jaipur Highway Accident: હરિયાણામાં દિલ્હી-જયપુર હાઇવે પર સિદ્રાવલી નજીક એક ઓઈલ ટેન્કરે કાર અને પીકઅપ વાહનને ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.
શુક્રવારે રાત્રે દિલ્હી-જયપુર હાઇવે પર ગુરુગ્રામના સિદ્રાવલી ગામ નજીક એક ઓઇલ ટેન્કરે કાર અને પીકઅપ વાનને ટક્કર મારતાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયાં હતાં તેમ પોલીસે જણાવ્યું હતું.

અથડામણ બાદ આગ લાગવાથી ત્રણ મુસાફરો મૃત્યુ પામ્યા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. કાર સાથે અથડાયા બાદ ઓઈલ ટેન્કર હાઈવે પર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે વાનના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બિલાસપુર પોલીસ સ્ટેશનના IO વિનોદ કુમારે જણાવ્યું હતું કે, "અમને હાઇવે પર એક વાહનમાં આગ લાગવાની માહિતી મળી હતી. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે એક વાહનમાં આગ લાગી હતી. અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.''
''ટ્રક સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી, પીકઅપ વાહન પણ અથડાયું, એક વ્યક્તિ તેમાં ફસાયેલો હતો, તેને બહાર કાઢવામાં આવ્યો પણ તેનું મોત થયું. ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.ઓઈલ ટેન્કરનો આરોપી ડ્રાઈવર ભાગી ગયો હતો અને તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે'.' તેમ તેમણે જણાવ્યું હતું.
#WATCH | "We had received information about an accident on the highway and that a vehicle caught fire...3 people died in the accident. It is suspected that the vehicle caught fire after colliding with the truck. A pickup vehicle was also hit, and a man was trapped in it, he was… https://t.co/xE96TVKYVe pic.twitter.com/7MoSL52JKJ
— ANI (@ANI) November 11, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
