ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોર્ટે ITના નિર્ણય સામેની અરજી ફગાવી
Lok sabha elections 2024: દિલ્હી હાઇકોર્ટ દ્વારા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કોર્ટે ટેક્સ અધિકારીઓ દ્વારા કોંગ્રેસ સામે ચાર વર્ષ માટે ટેક્સ રિએસસમેન્ટની કાર્યવાહી શરૂ કરવાનો પડકાર આપતી અરજી ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી કોંગ્રેસના બેંક ખાતાઓ પણ ફ્રીઝ રહેશે.
ન્યાયાધીશ યશવંત વર્મા અને પુરૂષેન્દ્ર કુમાર કૌરવની બેચે જણાવ્યું હતું કે, અમે બીજા એક વર્ષ માટે ટેક્સના પુન: આકારણીમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે, અને તે નિર્ણય સામેની અરજીઓ ફરીથી ફગાવી દેવામાં આવે છે. વર્તમાન કેસ આકારણી વર્ષ 2017 થી 2021 સુધીનો છે.

પાછલી અરજીમાં જે ગયા અઠવાડિયે ફગાવી દેવામાં આવી હતી, કોંગ્રેસ પક્ષે આકારણી વર્ષ 2014-15 થી 2016-17 સંબંધિત પુનઃમૂલ્યાંકનની કાર્યવાહીની શરૂઆતને પડકારી હતી.
આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા શહેઝાદ પૂનાવાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલીવાર નથી જ્યારે હાઈકોર્ટે કોંગ્રેસના વાહિયાત પ્રચારને ફગાવી દીધો હોય. કોંગ્રેસ પાસે પૂરતો સમય હતો, ત્યારે તેઓ હાઈકોર્ટ કે કોઈ ઓથોરિટી પાસે ગયા ન હતા અને હવે તેઓ બદલો-બદલોના નારા લગાવી રહ્યા છે.
ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, જો જનતા કોંગ્રેસ પરિવારના અસ્તિત્વ અથવા તેમના ભ્રષ્ટાચાર પર હુમલો કરે છે, તો તેઓ તેને લોકશાહી પર હુમલો કહે છે.












Click it and Unblock the Notifications
