દિલ્લી ચૂંટણીઃ હારની જવાબદારી લઈને સુભાષ ચોપડાની જેમ શું મનોજ તિવારી આપશે રાજીનામુ?
સૌની નજર હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર ટકી છે. શું હારની જવાબદારી લઈને મનોજ તિવારી પોતાના પદેથી રાજીનામુ આપશે.
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમીની પ્રચંડ જીત બાદ ભાજપ અને કોંગ્રેસમાં ખલબલી મચી ગઈ છે. ત્રીજી વાર સત્તા પર બિરાજમાન થવા જઈ રહેલ આમ આદમી પાર્ટીની જીતે કોંગ્રેસ અને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. આપની જીતની સાઈડ ઈફેક્ટ એવી થઈ કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સુભાષ ચોપડાએ હારની જવાબદારી લઈને પોતાના પદેથી રાજીનામુ આઈપી દીધુ. એવામાં સૌની નજર હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર ટકી છે. શું હારની જવાબદારી લઈને મનોજ તિવારી પોતાના પદેથી રાજીનામુ આપશે.

વળી, પાર્ટીની અંદરથી સમાચાર આવી રહ્યા છે કે આગલા થોડા દિવસોમાં મનોજ તિવારી દિલ્લી પ્રદેશ ભાજપની ખુરશી છોડી દેશે. પાર્ટીની કારમી હાર બાદ ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ભાજપ દિલ્લીની કમાન કોઈ નવા ચહેરાને સોંપી શકે છે. મનોજ તિવારી આમ પણ ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂક્યા છે. એવામાં પાર્ટાં ફેરબદલ આમ પણ નક્કી જ હતી. માનવામાં આવી રહ્યુ છે કે પાર્ટી કોઈ નવા ચહેરાને દિલ્લી સંગઠનની કમાન સોંપી શકે છે.
વાસ્તવમાં પાર્ટીએ દિલ્લીમાં પૂર્વાંચલિઓની મતબેંક સાધવાના ચક્કરમાં મનોજ તિવારીના હાથાં કમાન સોંપી પરંતુ ચૂંટણી પરિણામો જોયા બાદ લાગ્યુ નહિ કે મનોજ તિવારી આમાં સફળ થઈ શક્યા. વળી, મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા બાદથી જ પાર્ટીની અંદર સ્થાનિક નેતાઓમાં નારાજગી શરૂ થઈ ગઈ હતી. પાર્ટીમાં માત્ર ત્રણ વર્ષ જૂના મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા બાદથી ભાજપમાં અંતર્કલહની સ્થિતિ બની ગઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને તેની અસર પણ જોવા મળી. મનોજ તિવારીના કાર્યકાળમાં એમસીડી અને લોકસભા ચૂંટણીમાં ભાજપનુ પ્રદર્શન જરૂર શાનદાર રહ્યુ પરંતુ આનો શ્રેય તેમને ન આપી શકાય કારણકે લોકસભામાં ભાજપને મોદીના નામ પર મત મળ્યા તો વળી એમસીડી ભાજપનો ગઢ રહ્યો છે. પ્રદેશ અધ્યક્ષની કાબેલિયત વિધાનસભા ચૂંટણીમાં દેખાય છે જેમાં મનોજ તિવારી ફેલ રહ્યા. હવે જોવાનુ એ રહેશે કે મનોજ તવારી પર ભાજપ શું નિર્ણય લે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
