Delhi Election 2025 : દિલ્હીમાં કઈ પાર્ટીની સરકાર બનશે? જાણો મહાદેવ સટ્ટા બજારની ભવિષ્યવાણી
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે એક પછી એક સર્વે સામે આવી રહ્યાં છે. આ સર્વે વચ્ચે દેશના જાણીકા સટ્ટાબજાર મહાદેવ સટ્ટા બજારે દિલ્હી ચૂંટણી પરિણામોની આગાહી કરી છે.

રાજસ્થાનના ફેમસ સટ્ટા બજારની જેમ જ મહાદેવ સટટ્ટા બજાર પણ દેશનું જાણીતું સટ્ટા બજાર છે. મહાદેવ સટ્ટા બજારનું માનીએ તો દિલ્હીમાં કેજરીવાલ વન વે વાપસી કરી રહ્યાં છે. જો કે સીટો ઘટી શકે છે.
મહાદેવ સટ્ટા બજાર અને ફલોદી સટ્ટા બજારે દિલ્હી ચૂંટણી અંગે આગાહીઓ કરી છે. બંને બજારોએ આમ આદમી પાર્ટીના સત્તામાં પાછા ફરવાનો દાવો કર્યો છે, જો કે તેમણે બેઠકોની સંખ્યામાં ઘટાડો થવાનો પણ સંકેત આપ્યો છે.
મહાદેવ સટ્ટા બજારે આગાહી કરી છે કે આમ આદમી પાર્ટી આ વખતે પણ બહુમતી સાથે સરકાર બનાવશે. AAP ને 38-40 બેઠકો મળવાની શક્યતા છે, જે બહુમતી માટે જરૂરી 36 બેઠકો કરતાં વધુ છે. ભાજપને 25-30 બેઠકો અને કોંગ્રેસને ફક્ત 2 બેઠકો મળી શકે છે.
જણાવી દઈએ કે, ફલોદી સટ્ટાબાજી બજારે આગાહી કરી છે કે દિલ્હીમાં AAP ને 37-39 બેઠકો, ભાજપને 25 બેઠકો અને કોંગ્રેસને 3 બેઠકો મળી શકે છે. છેલ્લી ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવનારી આમ આદમી પાર્ટીને સીટોનું મોટુ નુકસાન થઈ શકે છે.
સટ્ટા બજારના ડેટા અનુસાર, આ વખતે આમ આદમી પાર્ટીનો આંકડો 40 ની નજીક રહી શકે છે. આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પડકારજનક છે. ભાજપને કેટલીક બેઠકો મળવાની ધારણા છે, પરંતુ બહુમતીથી તે ઓછી રહી શકે છે.












Click it and Unblock the Notifications
