Delhi Election 2025 Results : દિલ્હીમાં આમ આદમી પાર્ટી કેમ હારી? આ રહ્યાં સૌથી મહત્વના ત્રણ કારણો
Delhi Election 2025 Results : દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. દિલ્હીના લોકોએ કેજરીવાલ સરકારને નકારી છે.
બીજી તરફ બીજેપી દિલ્હીમાં 25 વર્ષ પછી ફરીથી સરકાર બનાવવા જઈ રહી છે. ત્રણ ચૂંટણી જીત્યા બાદ આમ આદમી પાર્ટી 22 સીટો પર સમેટાતી જોવા મળી રહી છે.

દિલ્હીમાં ન માત્ર આમ આદમી પાર્ટી ચૂંટણી હારી છે પરંતુ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ પણ હાર્યા છે. આ હાર પાછળ કેટલાક ખાસ કારણોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.
Delhi Election 2025 : આમ આદમી પાર્ટીની હાર માટે જવાબદાર કારણો
Anti incumbency : સત્તાવિરોધી લહેર
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર પાછળ સૌથી મોટુ કારણ સત્તા વિરોધી લહેરને માનવામાં આવે છે. 2013માં પ્રથમ વખત કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી અને ત્યારબાદ 2015 અને 2020માં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી હતી. 2022થી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પણ AAPના કબજામાં છે, જેના કારણે મતદારોની નારાજગી વધી છે. ગટર, પ્રદૂષણ, ખરાબ રસ્તા, યમુનાની સફાઈના ખોટા દાવા, અને મફત વીજળીના દાવા વચ્ચે ભારે બિલ જેવી સમસ્યાઓને કારણે જનતામાં નારાજગી હતી.
Sheesh mahal arvind kejriwal : શીશમહલ વિવાદ
દિલ્હીમાં વિરોધી BJPએ અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાને જનતાના પૈસાનો અતિશય ખર્ચ થયો હોવાના આરોપો લગાવ્યા, જેનાથી પાર્ટી વિરુદ્ધ વાતાવરણ બન્યું.
COVID-19 દરમિયાન જનતા સંઘર્ષ કરી રહી હતી ત્યારે મુખ્યમંત્રીના નિવાસને વૈભવી બનાવવા મોટા ખર્ચ કરવામાં આવ્યા, જેનાથી AAPની રાજનીતિ પર પ્રશ્નો ઊભા થયા.
Delhi liquor case : દારૂ કૌભાંડ અને ભ્રષ્ટાચારના અન્ય કેસ
AAP અને કેજરીવાલ વિરુદ્ધ દારૂ કૌભાંડ અને ભ્રષ્ટાચારના ઘણા કેસોએ પણ પાર્ટીનું નુકસાન કર્યું. કેજરીવાલ મુખ્યમંત્રી રહેતા તિહાર જેલ ગયા અને છતાં રાજીનામું આપ્યું નહીં. તેમણે પદ ત્યારે છોડ્યું જ્યારે સુપ્રીમ કોર્ટે જામીન આપતી વખતે કડક શરતો લગાવી, જેનાથી મુખ્યમંત્રી તરીકે કામ કરવું અશક્ય બન્યું.
કેજરીવાલ સિવાય, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન પણ જેલ ગયા. પાર્ટી મતદારોને સમજાવવામાં નિષ્ફળ રહી કે જો BJP ફસાવતી હતી તો સુપ્રીમ કોર્ટે જામીન આપવા માટે મહિનાઓ કેમ લાગ્યા અને પછી કડક શરતો કેમ લગાવવામાં આવી?
આ ઉપરાંત, દિલ્હી સરકારના વિભાગોમાં જનતાને કામ કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને ક્યારેય કેજરીવાલના કટ્ટર સમર્થક રહેલા ઓટો ચાલકો પણ તેમના વિભાગોને માફિયાનો રાજ ગણાવતા હતા. આ રીતે આ ત્રણ મુખ્ય કારણો AAPની હાર માટે જવાબદાર માનવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
