દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલને 6 મહિનાની જેલ, આ કેસમાં થઈ સજા

ભાજપ નેતા મનીષ ઘઈના ઘરમાં બળજબરીથી ઘૂસવાના કેસમાં દિલ્લીની એક અદાલતે વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પર મોટો ચુકાદો સંભળાવ્યો છે.

ભાજપ નેતા મનીષ ઘઈના ઘરમાં બળજબરીથી ઘૂસવાના કેસમાં દિલ્લીની એક અદાલતે વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલ પર મોટો ચુકાદો સંભળાવ્યો છે. શુક્રવારે કેસની સુનાવણી કરીને દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે રામનિવાસ ગોયલને 6 મહિનાની જેલ અને એક હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે. કોર્ટે રામનિવાસના પુત્ર સહિત વધુ પાંચ લોકોને પણ આ કેસમાં દોષિત ગણાવ્યા છે. બધા 6 દોષિઓને અદાલતે 6-6 મહિનાની જેલ અને એક હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી છે.

ram nivas

તમને જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી, 2015ના રોજ વિધાનસભા સ્પૂકર રામનિવાસ ગોયલ સહિત બધાલોકો ભાજપ નેતા મનીષ ઘઈના ઘરે બળજબરીથી ઘૂસી ગયા હતા. તેમની સાથે આ બધા લોકોએ મારપીટ કરી હતી અને ઘમાં તોડફોડ પણ કરી હતી. પોતાના ઉપર લાગેલા આરોપો પર રામનિવાસ ગોયલે સફાઈ આપતા કહ્યુ કે તેમને ભાજપ નેતા મનીષ ઘઈના ઘરે ધાબળા અને દારુ છૂપાવીને રાખવાની માહિતી મળી હતી.

આ કેસમાં ઠેરવ્યા દોષિત

રામનિવાસ ગોયલે પોતાની દલીલમાં કોર્ટને કહ્યુ, ચૂંટણીમાં ભાજપ નેતા મનીષ ઘણા ધાબળા અને દારુ વહેંચવાના હતા આ શંકામાં તેમના ઘરે પહોંચ્યા હતા. તેમને આ વાતની માહિતી દિલ્લી પોલિસને આપી હતી અને ભાજપ નેતાના ઘરે પોલિસની સાથે જ દાખલ થયા હતા. દિલ્લીની અદાલતે રામનિવાસની આ દલીલોને નકારતા દોષિત ઠેરવ્યા છે અને બધા આરોપીઓને 6-6 મહિનાની જેલની સજા અને એક-એક હજાર રૂપિયાનો દંડ ભરવા માટે કહ્યુ છે.

કોર્ટના ચુકાદા મુજબ જજે રામનિવાસ ગોયલના પુત્રને બળજબરીથી ઘરમાં ઘૂસવા, તોડફોડ કરવા અને મારપીટના દોષિત ઠેરવ્યા છે જ્યારે રામનિવાસ અને અન્ય 4 પર ભાજપ નેતા મનીષ ઘઈના ઘરમાં બળજબરીથી ઘૂસવાના દોષિથ ઠેરવ્યા છે. ઘઈએ આ બધા પર આરોપ લગાવ્યો હતો કે દોષિતોને તેમના ઘરે અલમારી, ડ્રાયર અને રસોઈ સામાન, ઘરની બારીઓના કાચ તોડી દીધા હતા. આ ઉપરાંત બધાએ ઘરમાં રહેતા મજૂરો સાથે પણ મારપીટ કરી અને તેમને ઘાયલ કરી દીધા. પોલિસે 2017માં આરોપ-પત્ર દાખલ કરીને કહ્યુ હતુ કે તેમને મજૂરોએ ફોન કરીને ઘરમાં સાત લોકો બળજબરીથી ઘૂસ્યા હોવાની માહિતી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X