ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, એમ્સમાં ચાલી રહ્યો છે ઈલાજ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો છે. સ્વાઈન ફ્લૂથી પીડિત અમિત શાહને ઈલાજ માટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહે ખુદ ટ્વીટ કરી સ્વાઈન ફ્લૂ થયો હોવાની જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે મને સ્વાઈન ફ્લૂ થયો છે, જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઈશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી તુરંત સ્વસ્થ થઈ જઈશ. જાણકારી મુજબ તેમને શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓએ સ્વાઈન ફ્લૂની પુષ્ટિ કરી છે.

અમિત શાહના સ્વાસ્થ્યની જાણકારી મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે તેમના સ્વાસ્થ્યની કામના કરતા ટ્વીટ કર્યું અને લખ્યું કે અમિતભાઈ, તમે જલદી સ્વસ્થ થઈ જાઓ તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રેલવે મંત્રી મનોજ સિન્હાએ પણ ટ્વીટ કરી તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. બિહારથી સાંસદ રામકૃપાલ યાદવે પણ અમિત શાહની જલદી સ્વસ્થ થવાની કામના કરી અને ટ્વીટમાં લખ્યું કે જલદીમાં જલદી તમે સાજા થઈ જાવ તેવી ભગવાનને પ્રાર્થના.
मुझे स्वाइन फ्लू हुआ है, जिसका उपचार चल रहा है। ईश्वर की कृपा, आप सभी के प्रेम और शुभकामनाओं से शीघ्र ही स्वस्थ हो जाऊंगा।
— Amit Shah (@AmitShah) January 16, 2019
જણાવી દઈએ કે 20 જાન્યુઆરીથી ભાજપ પશ્ચિમ બંગાળમાં રેલિઓની શરૂઆત કરવા જઈ હ્યું છે, જેમાં અમિત શાહ પણ સંબોધિત કરવાના છે, પરંતુ તેમના સ્વાસ્થ્યને જોતાં હવે મુશ્કેલ લાગી રહ્યું છે.
આ પણ વાંચો- વાઈબ્રન્ટ ગુજરાત સમિટઃ રાજ્ય સરકારે અનિલ અંબાણી અને પાકિસ્તાનનું પત્તુ કાપ્યુ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
