દિલ્લીમાં કેજરીવાલને ઘેરવા માટે ભાજપનો નવો પ્લાન, આ પાર્ટી સાથે ચૂંટણી લડવા તૈયાર
દિલ્લીની સત્તર સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતદાન પહેલા, મુખ્ય રાજકારણીઓ રણનીતિ બનાવવામાં લાગેલા છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. દિલ્લીની સત્તર સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર મતદાન પહેલા, મુખ્ય રાજકારણીઓ રણનીતિ બનાવવામાં લાગેલા છે. ગઈ ચૂંટણીમાં કારમી હાર મેળવનાર ભારતીય જનતા પાર્ટી પણ વાપસીની કોશિશોમાં લાગી છે. આ દરમિયાન સમાચાર છે કે સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટીને ઘરેવા માટે ભાજપ હવે હરિયાણામાં પોતાના સહયોગીને દિલ્લીમાં સાથે લઈને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

જેજેપી 18 સીટો પર લડવા ઈચ્છે છે ચૂંટણીઃ સૂત્ર
દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી દિલ્લીમાં ભાજપ સાથે ગઠબંધન કરવાની ઈચ્છુક છે, આ બંને પક્ષો હરિયાણામાં સરકારમાં છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ જેજેપી દિલ્લીમાં 18 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. પાર્ટીએ આના માટે એખ કમિટી બનાવી છે જે જમીની હકીકતની માહિતી લેશે. વળી, પાર્ટી ગઠબંધન માટે ભાજપના સંપર્કમાં પણ છે. દુષ્યંત ચૌટાલાએ કહ્યુ કે ગઠબંધન મામલે આગામી બે-ત્રણ દિવસમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

ભાજપ સાથે ગઠબંધન પર ટૂંક સમયમાં નિર્ણય
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે. 11 જાન્યુઆરીને રોજ જેજેપીએ દિલ્લીમાં ચૂંટણી લડવાનુ કર્યુ હતુ. પાર્ટીઓ પોતાના દિલ્લી એકમના નેતૃત્વ સાથે બેઠક બાદ વિધાનસભા ચૂંટણી લડવાનુ એલાન કર્યુ હતુ. જેજેપીની નજર દિલ્લીની આ સીટો પર છે જ્યાં જાટ વોટર્સ સારી સંખ્યામાં છે. સૂત્રો મુજબ આના માટે પારિટી યોગ્ય ચહેરો શોધવામાં લાગેલી છે.

અકાલી સાથે ચાર સીટો પર બની શકે છે સંમતિ
આ દરમિયાન મીડિયામાં એ પણ સમાચાર છે કે ભાજપ અકાલી દળ સાથે ચાર સીટો પર ગઠબંધન કરીને ચૂંટણી લડી શકે છે. અકાલી દળના વરિષ્ઠ નેતા દલજીત સિંહ ચીમાએ પણ કહ્યુ કે ટૂંક સમયમાં પાર્ટી હાઈકમાન્ડ, ભાજપ સાથે મળીને દિલ્લી વિધાનસભા ચૂંટણીની રણનીતિને અંતિમ રૂપ આપશે અને ત્યારબાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ત્રણ સીટો પર જીત મળી હતી. ત્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી હતી અને 70માંથી 67 સીટો પર કબ્જો મેળવ્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
