Delhi Assembly Election 2025 : દિલ્હીની આ સીટો પર ત્રિપાંખીયો જંગ, આવી શકે છે ચૌકાવનારા પરિણામો
Delhi Assembly Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે. ઈન્ડિયા એલાયન્સનો ભાર રહેલી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે.
દિલ્હીમાં બીજેપી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે અને તેના કારણે ઘણી એવી સીટો છે જેના પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ સીટોના પરિણામ ગમે તે દિશામાં જઈ શકે છે.

આ વખતે AAP અને BJP એવી સીટો પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં જીતનું માર્જીન ઓછું હતું. છેલ્લી ચૂંટણીમાં એવી 10 સીટો હતી જ્યાં જીતનું માર્જિન 10,000થી ઓછું હતું.
સૂત્રો અનુસાર, AAP અધિકારીએ જણાવ્યું કે છેલ્લી ચૂંટણીઓમાં કોઈપણ પક્ષ એવી સીટો પર જીતી શકે છે જ્યાં જીતનું માર્જિન 10,000થી ઓછું હતું. તેથી ચૂંટણી પ્રચાર અને વચનો સિવાય બૂથ સ્તરે પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવતી કામગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પટપરગંજ વિધાનસભા સીટ
પટપરગંજ સીટ દિલ્હીના પૂર્વ ભાગમાં આવેલી છે અને અહીં હંમેશા ભાજપ અને AAP વચ્ચે જ ટક્કર રહી છે. AAPએ 2020 ની વિધાનસભા ચૂંટણી જીતી હતી પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કાંટાની ટક્કર મળી હતી. પટપરગંજ સીટ પર AAP ઉમેદવાર મનીષ સિસોદિયાએ તેમના નજીકના હરીફને 3,129 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
કરાવલ નગર વિધાનસભા સીટ
કરાવલ નગર સીટ પર હંમેશા ભાજપ અને AAP વચ્ચે સીધો મુકાબલો રહ્યો છે પરંતુ કોંગ્રેસનો પણ અહીં થોડો પ્રભાવ છે. આગામી ચૂંટણીમાં અન્ય પક્ષોના ઉમેદવારો લડવાના કારણે આ સીટ પર ત્રિકોણીય મુકાબલો થઈ શકે છે.
કરાવલ નગર વિધાનસભા સીટ પર ભાજપના મોહન સિંહ બિષ્ટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને AAPના દુર્ગેશ પાઠકને 8,223 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
રોહિણી વિધાનસભા સીટ
રોહિણી વિધાનસભા ક્ષેત્રમાં સતત ભાજપનું પ્રભુત્વ રહ્યું છે પરંતુ AAPએ આ વિસ્તારમાં પોતાનો આધાર મજબૂત કર્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રવેશથી આ સીટ ત્રિકોણીય મુકાબલો બની શકે છે. ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ નામા બંસીવાલા હારી ગયા હતા. બીજેપીના વિજેન્દ્ર કુમાર ગુપ્તાએ આ સીટ પર 12648 મતોથી જીત મેળવી હતી.
આદર્શ નગર વિધાનસભા સીટ
આદર્શ નગર વિધાનસભા સીટ પર હંમેશા ભાજપ અને AAP વચ્ચે ટક્કર જોવા મળી છે. 2025ની ચૂંટણીમાં આ સીટ પર AAP, કોંગ્રેસ અને BJP વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. AAPના પવન શર્માએ આદર્શ નગર સીટ પર જીત મેળવી છે. ભાજપના રાજકુમાર ભાટિયાને પવન શર્માએ 1589 મતોથી હરાવ્યા છે.
બિજવાસન વિધાનસભા સીટ
બિજવાસન વિધાનસભા સીટ પર પણ ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે. ગઈ ચૂંટણીમાં બિજવાસન સીટ પર આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર સિંહ જૂન અને ભાજપના સત પ્રકાશ રાણા વચ્ચે જોરદાર ટક્કર હતી. ભૂપેન્દ્ર સિંહ 753 મતોથી જીત્યા હતા.
લક્ષ્મી નગર વિધાનસભા સીટ
લક્ષ્મી નગર વિધાનસભા સીટ હંમેશા AAP અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળે છે. છેલ્લી ચૂંટણીમાં આ સીટ પર ભાજપના અભય વર્મા અને આમ આદમી પાર્ટીના નીતિન ત્યાગી વચ્ચે ટક્કર હતી. અહીં ભાજપ માત્ર 880 મતોથી જીત્યું હતું.
કસ્તુરબા નગર વિધાનસભા સીટ
કસ્તુરબા નગર વિધાનસભા સીટ પર AAP અને BJP વચ્ચે મુકાબલો હતો. આ સીટ પર આમ આદમી પાર્ટીના મદન લાલે જીત મેળવી હતી. બીજેપીના રવીન્દ્ર ચૌધરીને AAP ઉમેદવારે માત્ર 3,165 મતોના માર્જિનથી પરાજય આપ્યો હતો. આ સીટ પર કોંગ્રેસ, ભાજપ અને AAP વચ્ચે ફરી એક વાર ટક્કર થઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
