Delhi Election 2025 : AAP કે BJP? દિલ્હી ચૂંટણીમાં કઈ પાર્ટીનું પલ્લુ ભારે? જાણો 3 સર્વે શું કહે છે?
Delhi Assembly Election 2025 : દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થવા જઈ રહ્યું છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કોંગ્રેસ આ બન્ને વચ્ચે પોતાનું અસ્તિત્વ શોધી રહી છે.

Times Now-JVC Delhi Opinion PollL : ટાઇમ્સ નાઉ JVC પોલમાં કોને કેટલી સીટો?
ટાઇમ્સ નાઉ JVC ઓપિનિયન પોલ પર વિશ્વાસ કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને બીજેપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. સર્વે અનુસાર, આ વખતે AAPની બેઠકોમાં ઘટાડો થઈ શકે છે.
આ સર્વે ત્રણ પરિસ્થિતિઓ પર આધાર રાખીને કરવામાં આવ્યો છે. પહેલી પરિસ્થિતિમાં AAPની જીતની શક્યતા છે, બીજી પરિસ્થિતિમાં BJPના જીતની શક્યતા છે અને ત્રીજી પરિસ્થિતિમાં AAP અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરની શક્યતા છે. આ વખતે AAPની બેઠકો નોંધપાત્ર રૂપે ઘટી શકે છે.
C-Voter Opinion Poll Delhi : સી-વોટર ઓપિનિયલ પોલમાં કોણ આગળ?
C-Voter સર્વે પર વિશ્વાસ કરીએ તો દિલ્હીમાં ફરીથી AAPની સરકાર બની શકે છે. ઓપિનિયન પોલમાં 51% લોકોએ કહ્યું છે કે આ વખતે અરવિંદ કેજરીવાલની પાર્ટી ફરીથી સત્તામાં આવશે. 42% લોકોએ કહ્યું છે કે આ વખતે શક્યતા છે કે ભાજપની સરકાર બની શકે BJPની બેઠકોમાં વધારો થઈ શકે છે.
સર્વે અનુસાર, 10% થી 15% લોકો માને છે કે આ વખતે પરિણામ અનિશ્ચિત હોઈ શકે છે અને AAP અથવા BJP કોઈ પણ જીતી શકે છે.
NACDOR Opinion Poll Delhi: NACDOR ઓપનિયન પોલcex આપની સરકાર
NACDOR (દલિત સંગઠનોના રાષ્ટ્રીય સંઘ) એ દલિત મતદાતાઓ પર આધારિત એક સર્વે કર્યો. આ સર્વેમાં દિલ્હીની 6,256 લોકોએ ભાગ લીધો, જેમાંથી 2,574 મહિલાઓ છે. આ સર્વેના તારણ પ્રમાણે AAP દલિત ક્ષેત્રમાં 35 બેઠકો પર જીત મેળવી રહી છે, ત્યારબાદ BJPને 28 બેઠકો અને કોંગ્રેસને 7 બેઠકો મળી શકે છે.
Satta Bazaar on Delhi Election 2025 : શું કહે છે દેશના જાણીતા સટ્ટા બજાર?
સટ્ટા બજારની વાત કરીએ તો રાજસ્થાનના ફેમસ ફલોદી સટ્ટા બજારે શરૂઆતમાં AAPને 36 બેઠકો મળવાની આગાહી કરી હતી. જો કે હાલમાં આ અનુમાનમાં થોડો ફેરફાર થયો છે અને હવે AAPને 39 થી 41 વચ્ચે બેઠકો મળવાની શક્યતા છે. BJP માટે 29 થી 31 બેઠકોની અપેક્ષા છે, જે બહુમતિના આંકડાથી 5-6 બેઠકો ઓછી છે. હાલ ફલોદી સટ્ટા બજાર તરફથી કોંગ્રેસ માટે કોઈ અનુમાન કરાયુ નથી.
દિલ્હી ઈલેક્શનને લઈને આવેલા તમામ ઓપિનિયન પોલ પર વિશ્વાસ કરીએ તો આ વખતે દિલ્હીમાં કાંટાની ટક્કર છે અને કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સત્તામાં પાછા ફરવા કાંટાની ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે. સટ્ટા બજાર પણ કઈંક આવા જ સંકેત આપે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
