દિલ્હીઃ અલકાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી
દિલ્હીઃ અલકાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી
રાજધાની દિલ્હીથી મોટા સમાચાર મળી રહ્યા છે, અલકાયદા તરફથી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. દિલ્હી પોલીસને અલકાયદાના નામથી એક ઈમેલ આવ્યો છે, જેમાં આગલા કેટલાક દિવસોમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જે બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે શનિવારે સાંજે 5 વાગ્યે દિલ્હી પોલીસને મેઈલ મળ્યો હતો.

આ વિશે આઈજીઆઈ એરપોર્ટના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે અલકાયદાના મેઇલ આઈડીથી ઈમેલ કરવામાં આવ્યો તે સત્ય છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને અમે બધા જ સુરક્ષા ઉપાયો વધારી દીધા છે. ચારો તરફની સુરક્ષા આકરી કરી દેવામાં આવી છે. આઈજીઆઈ પોલીસ સ્ટેશને કાલે એરપોર્ટ પ્રશાસનને આ વિશે જણાવ્યું છે. અલકાયદા સરગના તરફથી જે મેઈલ કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યું છે કે કરનબીર સૂરી ઉર્ફ મોહમ્મદ જલાલ અને તેની પત્ની શૈલી શારા ઉર્ફ હસીના આજે ભારત આવી રહી છે અને તે આગલા 3 દિવસમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે.
પોલીસે કડક સુરક્ષા ગોઠવી દીધી
આ ધમકીભર્યો મેઈલ પોલીસને india.212@protonmail.comથી મોકલવામાં આવ્યો છે. જે બાદથી ચારો તરફ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ચારોતરફ પોલીસ બાજ નજર રાખી રહી છે. જણાવી દઈએ કે આવો જ ધમકીભર્યો મેઈલ 21 માર્ચ 2021ના રોજ પણ દિલ્હી પોલીસને મળ્યો હતો, જેમાં પણ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.
દહેશતનો સામાનાર્થી છે આતંકી સંગઠન અલકાયદા
જણાવી દઈએ કે આતંકી સંગઠન અલકાયદા દહેશતનો પર્યાય છે. આ એક બહુરાષ્ટ્રીય ઉગ્રવાદી સુન્ની ઈસ્લામવાદી સંગઠન છે. જેની સ્થાપના ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લાહ આઝમે અમુક અરબ સ્વયંસેવકો દ્વારા 1988માં કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આને ખતરનાક આતંકી સંગઠન ગણાવ્યું. ઓસામા બિન લાદેનને 2 મે 2011ના રોજ અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઠાર માર્યો હતો. જે બાદથી આ સંગઠનનો અધ્યક્ષ ડૉક્ટર અયમન અલ-જ્વાહિરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
