Punjab : બીજેપીએ સુનીલ જાખડને પંજાબ અધ્યક્ષ બનાવતા પાર્ટીમાં બગાવત, પુર્વ ધારાસભ્યએ પાર્ટી છોડી
છેલ્લા કેટલાક સમયથી બીજેપી સંગઠનમાં કેટલાક મોટા ફેરફાર કરી રહી છે. આ ક્રમમાં બીજેપીએ પંજાબમાં મોટા ફેરફાર કરતા સુનીલ જાખડને બીજેપી પંજાબના અધ્યક્ષ બનાવ્યા છે. સુનીલ જાખડને પાર્ટી અધ્યક્ષ બનાવતા હવે પાર્ટીમાં બગાવત જોવા મળી રહી છે.
બીજેપીએ પંજાબના અધ્યક્ષ તરીકે સુનીલ જાખડની નિયુક્તિ બાદ રાજ્યમાં પાર્ટી સંગઠમમાં બગાવત શરૂ થઈ છે. જાખડને પ્રમુખ બનાવ્યા 3 કલાકમાં જ અબોહરથી બીજેપીમાંથી ધારાસભ્ય રહી ચુકેલા અરુણ નારંગે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

તેમણે રાજીનામું આપતા કહ્યું કે, તે એક કાર્યકર તરીકે પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખશે. અરુણ નારંગે સુનીલ જાખડને પ્રમુખ બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, નારંગે જ 2017ની ચૂંટણીમાં જાખડને હરાવ્યા હતા. ખેડૂત આંદોલન દરમિયાન અરુણ નારંગ મુક્તસરના મલોટ વિસ્તારમાં ખેડૂતોએ ઘેરી લીધા હતા. આ દરમિયાન ખેડૂતોએ નારંગના કપડા ફાડીને ધુલાઈ કરી હતી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બીજેપીને ખરાબ રીતે હરાવી હતી. હવે બીજેપી પંજાબમાં ફરીથી પગ જમાવવાની કોશિશ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
