કઠુઆ ગેંગરેપઃ ‘ઘરે આવીને બે વાર લોક ચેક કરુ છુ, એ લોકો મને એક દિવસ મારી નાખશે'
દીપિકા જ્યારથી કઠુઆમાં આઠ વર્ષીય બાળકીના ગેંગરેપ અને પછી હત્યા મામલે વકીલ બની છે ત્યારથી તેને જીવનું જોખમ છે.
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે જે રીતે હેવાનિયત થઈ તેણે માનવતા સાથે સમગ્ર દેશને હચમચાવી દીધો. દીપિકા સિંહ રાજાવત તે માસુમના ગુનેગારોને સજા અપાવવા માટે ઝઝૂમી રહી છે. તે કઠુઆ રેપ પીડિતા અસિફાનો કેસ લડી રહી છે. પરિસ્થિતિ એવી છે કે દીપિકાના પરિવારને જીવનું જોખમ છે. તે જ્યારે પણ પોતાના ઘરે આવે છે મેઈન ગેટ બે વાર ચેક કરે છે કે બરાબર બંધ થયુ કે નહિ. ચોવીસ કલાક અને સાતે દિવસ આ રીતે સતર્ક રહેવાનું તેના જીવનનો હિસ્સો બની ગયુ છે. દીપિકા જ્યારથી કઠુઆમાં આઠ વર્ષીય બાળકીના ગેંગરેપ અને પછી હત્યા મામલે વકીલ બની છે ત્યારથી તેને જીવનું જોખમ છે. વિસ્તારથી જાણો બધુ -

દીપિકાને મળી ચૂકી છે જાનથી મારવા અને બળાત્કાર કરવાની ધમકી
અંગ્રેજી વેબસાઈટ NEWS18 મુજબ આ વર્ષની શરૂઆતમાં જ્યારે દીપિકાએ પોતાના જીવને જોખમનો અંદેશો જતાવ્યો ત્યારે રાજ્યની પોલિસે સુરક્ષા આપી. આ પહેલા દીપિકાને જાનથી મારવાની અને બળાત્કાર કરવાની ધમકી આપવામાં આવી ચૂકી હતી. કઠુઆ મામલે પીડિતા તરફથી અદાલતમાં પક્ષ રાખ્યા બાદથી જ તેમના પર દબાણ વધવા લાગ્યુ. દીપિકાને લાગે છે, ‘તે મને એક દિવસ મારી નાખશે.'

આ કેસે મારી જિંદગી બદલી દીધી
38 વર્ષીય દીપિકા સિંહ રાજાવતે કહ્યુ કે તે પીડિતા માટે ન્યાયની લડાઈમાં પોતાને એકલી અનુભવી રહી છે. તેમણે કહ્યુ, ‘મને લાગે છે કે મારા પરિવારને હેરાન કરવામાં આવી શકે છે. એટલુ જ નહિ મારી પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચાડવામાં આવી શકે છે.' દીપિકાએ કહ્યુ, ‘આ કેસે તેમની જિંદગી બદલી દીધી છે. જ્યારથી આ કેસમાં વકીલ બની છુ ત્યારથી મારા પર ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.' દીપિકાએ કહ્યુ, ‘મને જ્યારથી આ ઘટનાની ભયાનક જાણકારીઓ મળી તો મે પોતે જ આ મામલે પીડિતાના પરિજનોના વકીલ બનવાનો નિર્ણય કર્યો. હું જે કરી રહ્યો છુ તેમાં કંઈ અસાધારણ નથી.'

વ્યવસાયે વકીલ દીપિકા રાજાવત એક સામાજિક કાર્યકર્તા છે
વ્યવસાયે વકીલ દીપિકા રાજાવત એક સામાજિક કાર્યકર્તા છે. તે વોઈસ ફોર રાઈટ્સ નામની એક એનજીઓ ચલાવે છે. તેમનું એનજીઓ લેંડમાઈન્સના પીડિતો માટે પણ કામ કરે છે. દીપિકાને 2014-15 માં મહિલા અધિકારો પર કામ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતના પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ ઈન્દિરા જયસિંહ સાથે કામ કર્યુ હતુ.

દીપિકાના પતિ રહી ચૂક્યા છે સેનામાં
દીપિકાને એક પાંચ વર્ષની દીકરી છે. તેમના પતિ સેનામાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં તે બહેરીનમાં કાર્યરત છે. દીપિકા સિંહને 2012માં જમ્મુ બાર એસોસિએશનમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે તે એક 12 વર્ષની કામવાળી ગાયબ થઈ હોવાનો કેસ લડી રહ્યા હતા. તેમનો આરોપ છે કે કઠુઆ કેસ અંગે જમ્મુ બાર એસોસિએશનના અધ્યક્ષ બી એસ સલાઠિયા તેમને ધમકી આપી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
