DCP પિતાએ નિભાવ્યું વરદીનું ફરજ, IPS દીકરીને સૌની સામે કરી સલ્યૂટ
ડીસીપી પિતાએ પોતાની આઈપીએસ દીકરીને સૌની સામે સલ્યૂટ કરી
કહેવાય છે કે જ્યારે બાળકો મા-બાપથી આગળ નીકળી જાય છે તો એમની છાતી ગર્વથી ફૂલી જતી હોય છે. આવી જ ખુશીનો અહેસાસ ડીસીપી એઆર ઉમામહેશ્વરા શર્માને થયો, જ્યારે એમણે પોતની આઈપીએસ દીકરીને સૌની સામે સલ્યૂટ કરી. એઆર ઉમામહેશ્વરા શર્મા તેલંગણા પોલીસમાં ડીસીપી છે, જ્યારે એમની દીકરીએ ચાર વર્ષ પહેલા આઈપીએસ તરીકે પોલીસ ફોર્સ જોઈન કરી છે. હાલમાં જ્યારે બાપ-દીકરી સામસામે આવ્યાં ત્યારે પિતાએ પોતાની વરદીનું ફરજ નિભાવતા પોતાની સીનિયર દીકરીને સલ્યૂટ કર્યું હતું.

પિતાએ સીનિયર દીકરીને સલ્યૂટ કર્યું
રવિવારે હૈદરાબાદના કોંગરા કાલનમાં યોજાયેલ તેલંગણા રાષ્ટ્રીય સમિતિની એક સાર્વજનિક મીટિંગમાં એઆર ઉમામહેશ્વરા શર્મા તહેનાત હતા. આ મીટિંગમાં એમની દીકરી સિંધુ શર્માની પણ ડ્યૂટી લાગી હતી, જેઓ તેલંગણામાં જગ્ટિયાલ જિલ્લાના એસપી છે. જ્યારે આ મીટિંગમાં બાદ અને દીકરી આમને સામને આવ્યા ત્યારે ડીસીપી પિતાએ પોતાની આઈપીએસ દીકરીને સલ્યૂટ કર્યું હતું.

પિતા 30 વર્ષથી છે પોલીસમાં
સિંધુએ ચાર વર્ષ પહેલા પોલીસ ફોર્સ જોઈન કરી હતી. તે 2014 આઈપીએસ બેચથી છ. ત્યારે ઉમામહેશ્વરા 30 વર્ષથી પોલીસમાં છે અને આગામી વર્ષે રિટાયર થનાર છે. એમણએ સબ-ઈન્સ્પેક્ટર તરીકે પોલીસ ફોર્સ જોઈન કરી હતી. ઉમામહેશ્વરાએ કહ્યું કે, 'પહેલી વાર હતું જ્યારે ડ્યૂટી દરમિયાન અમે સાથે આવ્યા હોઈએ. હું ખુશનસીબ છું કે તેની સાથે કામ કરવાનો મોકો મળ્યો.' ઉમામહેશ્વરાએ આગળ જણાવ્યું કે એની દીકરી એમની સીનિયર છે.

પિતા સાથે કામ કરીને ખુશ છે સિંધુ
તે મારી સીનિયર છે, હું જ્યારે પણ એને જોઉં છું સલ્યૂટ કરું છું. અમે બંને એકબીજાનો ફરજ નિભાવીએ છીએ અને આ વિશે કોઈ વાત નથી કરતા. હા, ઘરે અમે સામાન્ય બાપ-દીકરીની જેમ જ રહીએ છીએ. સિંધુને પણ પોતાના પિતાની સાથે કામ કરવું સારું લાગ્યું. એમણે કહ્યું કે તે બહુ ખુશ છે. આ બંને માટે સાથે કામ કરવાનો સારો મોકો હતો. આ પણ વાંચો-હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
