Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

છત્તીસગઢઃ પહેલા તબક્કાના મતદાન વચ્ચે નક્સીઓએ કર્યો IED વિસ્ફોટ

છત્તીસગઢઃ પહેલા તબક્કાના મતદાન વચ્ચે નક્સીઓએ કર્યો બ્લાસ્ટ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજે પહેલા તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ્ં છે તો બીજી બાજુ નક્સલીઓએ ફરી એકવાર દંતેવાડામાં આઈઈડી વિસ્ફોટ કર્યો. નક્સલીઓએ આ ધમાકો કાટેકલ્યાણ બ્લૉકના તુમાકપલ કેમ્પ પાસે કર્યો છે. જાણકારી મુજબ નક્સલીઓએ 1-2 કિલોગ્રામ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે. જણાવી દઈએ કે આજે છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 18માંથી 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે.

naxal

અગાઉ રવિવારે નક્સલીઓએ કાંકેરના કોયાલી બેડામાં આઈઈડી ધમાકો કર્યો હતો. અગાઉ એક બીએસએફ એએસઆઈનું મૃત્યુ થયું હતું. જાણકારી મુજબ આ આઈઈડી ધમાકો 6 જગ્યાએ થયો હતો. છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાકર્મિઓની નક્સલીઓ સાથે મુઠભેડ પણ થઈ હતી. જાણકારી મુજબ આ મુઠભેડમાં એક નક્સલીને ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક નક્સલીને પકડી લેવામાં આવ્યો છે.

આ નક્સલીઓ પાસેથી હથિયાર, ગોળા, વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે નક્સલીઓએ શનિવારે રાત્રે ત્રણ મોટા ધમાકા કર્યા, જેમાં 13 લોકોનો જીવ ચાલ્યો ગયો હતો, જેમાં 8 સુરક્ષાકર્મી પણ સામેલ છે. પાછલા 10 દિવસની વાત કરીએ તો બસ્તર, રાજનંદગાંવમાંથી 300 આઈઈડી જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો- છત્તીસગઢ: વોટિંગના એક દિવસ પહેલા નક્સલીઓએ બ્લાસ્ટ કર્યો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X