DANA CYCLONE LANDFALL:દાના વાવાઝોડાના ત્રાટક્યા બાદ ઓડિશા અને પ.બંગાળના કેવા છે હાલાત? વાંચો અત્યાર સુધીની તમા
ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલા દાના વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી બેથી ત્રણ કલાક આ પ્રકિયા ચાલશે, જો કે, બપોર બાદ વાવઝોડું નબળુ પડે તેવી શક્યતા છે. સમગ્ર મામલે ઓડિશા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદભવેલુ ભયંકર વાવાઝોડુ ગુરુવારે મોડી રાત્રે અને શુક્રવારની વહેલી સવારે ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યુ હતુ અને દરિયાકાંઠે ત્રાટક્યા બાદ વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થયુ છે.જે સમયે વાવાઝોડુ ત્રાટક્યુ ત્યારે તેની ઝડપ 120 KMની હતી. ભારતીય હવામાન વિભાગ(MD)અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકેલુ દાના વાવાઝોડુ 10 KM પ્રતિકલાકે ઉત્તર-ઉત્તર પ્રશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. દાના વાવાઝોડાના કારણે ઓડિશમાં ભારે પવન અને વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સમગ્ર પરિસ્થિત પર ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સતત નજર રાખી રહ્યાં છે.
હાલ દાના વાવાઝોડાની લેન્ડફોલ થવાની પ્રકિયા શરૂ થઈ ગઈ છે અને હજુ આ પ્રક્રિયા 2થી 3 કલાક ચાલશે. બપોર સુધીમાં આ વાવાઝોડુ નબળુ પડવાની શક્યતા છે, વાવાઝોડાની અસરના પગલે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થઈ રહ્યા છો. ભારે વરસાદ અને વાવાઝોડાની અસરના પગલે અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે.ભદ્રક, કેન્દ્રપરા, બાલાસોર અને જગતસિંહપુર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ છે. ભુવનેશ્વરમાં પ્રાદેશિક હવામાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ઉમાશંકર દાસે જણાવ્યું હતું કે, "લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે તે ધીમે ધીમે નબળી પડી જશે." નીલગિરિસ, કોઈમ્બતુર, તિરુપુર, ડિંડીગુલ, થેની, તેનકાસી, તિરુનેલવેલી, કન્યાકુમારી, ઈરોડ, કૃષ્ણાગિરી, ધર્મપુરી, સાલેમ, નમાક્કલ, કલ્લાકુરિચી, પેરમ્બલુર, અરિયાલુર, કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને માયલીલામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સમગ્ર મામલે સરકાર રાખી રહી છે નજર: CM
ભારે વરસાદ અને પવનને કારણે અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થવાની માહિતી સામે આવી છે. જ્યારે ભારે વરસાદને કારણે અનેક સ્થળો પર લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકાર પર પણ સતર્ક છે અને વાવાઝોડોનો સામનો કરવા માટે રાજ્ય સરકારે નક્કર વ્યવસ્થા પણ કરી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર મામલે ઓડિશના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી પણ સતર્કતાથી કામકાજ કરી રહ્યાં છે. વાવાઝોડા અંગેની માહિતી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે,રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાવાઝોડાની પરિસ્થિતિ પર સતર્ક છે.સરકાર ઝીરો કેઝ્યુલિટી પર કામ કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 5.84 લાખ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર પણ સમગ્ર મામલે નજર રાખી રહી છે અને તમામ પ્રકારની મદદ મોકલવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર મામલે માહિતી લીધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
