મંદિરમાં પ્રવેશ કરવા પર દલિત યુવકને માર્યો ઢોર માર, આખી રાત બંધક બનાવીને કોલસાથી ડામ દીધા
ઉત્તરકાશીના એક મંદિરમાં દલિત યુવક પ્રવેશતા તેને ઢોર માર મારવામાં આવ્યો. કોલસાથી ડામ દીધા.
ઉત્તરકાશીના મોરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપ છે કે એક દલિત યુવકના મંદિરમાં પ્રવેશ કરવા પર અમુક લોકોએ એને ઢોર માર્યો અને આખી રાત બંધક બનાવીને કોલસાના ડામ દીધા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. સમગ્ર મામલે પીડિત પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

પિતાની સામે જ દલિત યુવકને નગ્ન કરી ઢોર માર માર્યો, ડામ દીધા
ઉત્તરકાશીથી લગભગ 180 કિમી દૂર બૈનોલ, મોરી વિસ્તારના સલરા સ્થિત કૌલ મહારાજ (શિવ મંદિર) મંદિરમાં પ્રવેશ કરતી વખતે ગામના જ એક અનુસૂચિત જાતિના યુવકને ઢોર માર મારવાનો અને કોલસાથી ડામ દેવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે ગામના કેટલાક ઉચ્ચ જાતિના યુવકોએ અનુસૂચિત જાતિના યુવકને મંદિરની અંદર લગભગ 16 કલાક સુધી બંધક બનાવીને રાખ્યો હતો. વળી, યુવકને ત્રાસ આપવા માટે તેને સળગતા કોલસાથી ડામ દેવામાં આવ્યા હતા અને દરમિયાનગીરી કરવા આવેલા યુવકના પિતાની સામે જ તેના કપડાં ફાડી નાખ્યા હતા અને નગ્ન કરીને માર માર્યો હતો. જેના કારણે યુવકના શરીર પર ઉંડા ઘા જોવા મળ્યા છે. આ પછી યુવકને એ જ હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાંથી તેને સારવાર માટે દહેરાદૂન લાવવામાં આવ્યો છે.
ગામના કહેવાતા ઉચ્ચ જાતિના યુવકો વિરુદ્ધ કેસ
ઘટના બાદ પીડિત પક્ષે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે બેનોલ ગામના પાંચ યુવકો સામે ગુનો નોંધ્યો છે. આરોપ છે કે યુવકોએ પીડિતને તેના માટે જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરીને માર માર્યો હતો. આરોપ છે કે પીડિતના પિતા આવ્યા બાદ પણ યુવકોએ પીડિતને છોડ્યો ન હતો અને તેને બંધક બનાવીને રાખ્યો હતો. આ પછી યુવક કેટલાય કલાકો સુધી એ જ સ્થિતિમાં રહ્યો અને બાદમાં કોઈક રીતે જીવ બચાવીને ભાગી ગયો. પીડિતના શરીર પર કોઈ કપડુ ન હોવાનુ સામે આવ્યુ છે.સમગ્ર વિસ્તારમાં આ મામલાને લઈને તંગદિલીનો માહોલ સર્જાયો છે. પોલીસ પણ ગામ અને આસપાસના વિસ્તારમાં સંપૂર્ણ સતર્ક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
