માનવ તસ્કરી મામલે દલેર મહેંદીને 2 વર્ષની સજા, જામીન પણ મળી
દલેર મહેંદી પર 2003માં હ્યુમન ટ્રાફિકિંગના કેસમાં પટિયાલા કોર્ટે તેને દોષી જાહેર કર્યા છે. કોર્ટે દલેર મહેંદીને આ મામલે બે વર્ષની સજા સંભળાવી છે.
બોલીવૂડના જાણીતા ગાયક દલેર મહેંદીને ગેરકાનૂની રીતે લોકોને વિદેશ મોકલવા મામલે પટિયાલા કોર્ટે દોષી જાહેર કર્યા છે. દલેર મહેંદી પર 2003માં હ્યુમન ટ્રાફિકિંગનો આરોપ લાગ્યો હતો. જે પર સુનવણી કરતા નામદાર કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે. કોર્ટે દલેર મહેંદીને આ મામલે બે વર્ષની સજા સંભળાવી છે. જો કે કોર્ટમાં દોષી જાહેર કર્યા પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી. પણ થોડીક જ વારમાં કોર્ટેથી તેમને જામીન પણ મળી ગઇ હતી. દલેરની વિરુદ્ધ આ મામલો 1998-99માં નોંધવામાં આવ્યો હતો. તેમની પર આરોપ હતો કે તેમને ડાંસ ગ્રુપ નામે લોકોને ગેરકાનૂની રીતે વિદેશ લઇ જતા હતા. દલેર મહેંદી અને તેમના ભાઇ પર આરોપ છે કે તે અમેરિકા લઇ જવા માટે લોકોથી પૈસા લેતા હતા.

અને આ પૈસાથી તે ગેરકાનૂની રીતે લોકોને વિદેશ મોકલતા હતા. આ મામલે 35 મામલા દાખલ કરવામાં આવ્યા હતા. દલેર મહેંદી અને તેમના ભાઇ આવી રીતે 10 જેટલા લોકોને અમેરિકા લઇ ગયા હતા. અને ગેરકાનૂની રીતે તેમને અમેરિકામાં જ રહેવા માટે છોડી દીધા હતા. દલેર ગેરકાનૂની રીતે ત્રણ છોકરીઓને પણ સેન ફ્રાંસિસ્કો આવી રીતે છોડી હતી. અને 1999માં 3 યુવકોને ન્યૂજર્સીમાં આ રીતે છોડ્યા હતા. ત્યાં જ 2006માં પટિયાલા પોલીસે પણ તેમને નિર્દોષ છોડ્યા હતા. પણ કોર્ટના હાથમાં આ અંગે પુરતા પુરાવા લાગતા તેમણે આ મામલે સુનવણી કરી તેમને આરોપી જાહેર કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
