પીડિતાની દર્દનાક આપવીતીઃ દાતી મહારાજે કહ્યું- હું પ્રભુ છું, તારી વાસના ખતમ કરી દઈશ અને...
બળાત્કારના આરોપ બાદ ગાયબ થયેલા વિવાદાસ્પદ બાબા દાતી મહારાજ મીડિયાની સામે આવ્યા છે.
બળાત્કારના આરોપ બાદ ગાયબ થયેલા વિવાદાસ્પદ બાબા દાતી મહારાજ મીડિયાની સામે આવ્યા છે. એબીપી સાથેની ખાસ વાતચીતમાં એમણે કહ્યું કે આરોપ લગાવનારી છોકરી તેમની દીકરી જેવી છે અને તેને બદનામ નહીં થવા દઉં. દાતી મહારાજે કહ્યું કે હું મહિલાઓનું સમ્માન કરું છું અને કરતો રહીશ. મેં ભૂલ કરી હોય તો પોલીસ તપાસ કરશે અને પોલીસના સંપૂર્ણ સહયોગ માટે હું તૈયાર છું. જણાવી દઈએ કે રાજસ્થાનની 30 વર્ષની એક યુવતીએ બાબા દાતી મહારાજ અને એના ચેલાઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. દક્ષિણી દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશને આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. યુવતીએ મંગળવારે સાકેત કોર્ટમાં પોતાની જુબાની નોંધાવી છે. જેમાં યુવતીએ કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

દાતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ બાદ કદાચ જીવતી પણ ન રહું પણ...
પોતાની આપવીતી કહેતાં પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે દાતી મહારાજ અને તેના સહયોગીઓએ યૌન શોષણ કર્યું. એણે જણાવ્યું કે આજે હું એની વિરુદ્ધ ફરિયાદ કરી રહી છું. બાદમાં હું જીવતી રહીશ પણ ખરી કે નહીં તે ક્યાલ નથી, પરંતુ બીજી કોઈ છોકરીઓની જીંદગી બરબાદ નહીં થાય. પીડિતાએ કહ્યું કે લાંબા સમયથી મરી મરીને જીવી રહી હતી.

સેવક કહેતી બાબા સમુદ્ર છે અને આપણે માછલીઓ
દૈનિક ભાસ્કરમાં છપાયેલ એક અહેવાલ મુજબ પીડિતાએ જણાવ્યું કે 9 ફેબ્રુઆરી 2016ના રોજ દાતી મહારાજની સેવાદાર શ્રદ્ધા મને અસોલા સ્થિત શનિ ધામ આશ્રમમાં ચરણ સેવા માટે મહારાજ પાસે લઈ ગઈ. અંધેરી ગુફા જેવા રૂમમાં સફેદ કપડાં પહેરાવી મને મોકલવામાં આવી હતી. શ્રદ્ધા ઉર્ફ નીતૂ હંમેશા કહેતી કે આનાથી તને મોક્ષ પ્રાપ્ત થશે. આ પણ સેવા જ છે. તું બાબાની છે અને બાબા તારા. તું કંઈ નવું કામ નથી કરી રહી, બધા કરતા જ આવ્યા છે. કાલે અમારો વારો હતો, આજે તારો વારો છે અને આવતી કાલે ખબર નહીં કોનો વારો હશે. બાબા સમુદ્ર છે અને આપણે બધા એની માછલીઓ. આને કરજો સમજીને ચૂકવી દો.

દાતી મહારાજે કહ્યું હું તારો પ્રભુ છું, બધી વાસના ખતમ કરી દઈશ
પીડિતાએ જણાવ્યું કે રૂમમાં ગયા બાદ દાતીએ કહ્યું કે, "આમ-તેમ કેમ ભટકવું? હું તારો પ્રભુ છું. હું બધી વાસના ખતમ કરી દઈશ. બાદમાં બાબાના સહયોગીએ વારાફરતી મારા પર દુષ્કર્મ આચર્યો." પીડિતાએ જણાવ્યું કે માર્ચ 2016માં રાજસ્થાન સ્થિત ગુરુકુળ પાલી જિલ્લામાં ફરી રેપ કરવામાં આવ્યો હતો. અને દાતીના સહયોગી અનીલે પણ તે સમયે દુષ્કર્મ આચર્યો હતો.

દાતી બહુ ખતરનાક છે અને મારો પરિવાર નહીં બચે
પીડિતાએ કહ્યું કે દાતી મહારાજ બહુ ખતરનાક માણસ છે. મને અને મારા પરિવારને સુરક્ષા આપવામાં આવે, પરંતુ મને સુરક્ષા આપવામાં ન આવી તો એ નક્કી છે કે હું પણ નહીં રહું અને મારો પરિવાર પણ નહીં રહે. બધું ખતમ થઈ જશે. પોલીસે દાતી, તેના સહયોગી શ્રદ્ધા, અર્જુન, નીમા જોશીની સામે ફરિયાદ દાખલ કરી છે. સાઉથ જિલ્લા પોલીસથી આ હાઈપ્રોફાઈલ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ મામલે સાઉથ ઈસ્ટર્ન રેંજના સંયુક્ત પોલીસ કમિશ્નર દેવેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે તમામ આરોપીઓને નોટિસ પાઠવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
