Cyclone Yaas: ઝારખંડ પહોંચ્યું વાાવઝોડું, 4ના મોત, 20 જિલ્લામાં રેડ એલર્ટ
Cyclone Yaas: ઝારખંડ પહોંચ્યું વાાવઝોડું, 4ના મોત, 20 જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડું યાસ આજે ઝારખંડમાં દસ્તક આપી ચૂક્યું છે. હાલ ત્યાંના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાએ બંગાળ અને ઓરિસ્સામાં બહુ તબાહી મચાવી છે. આ વાવાઝોડાના કારણે અત્યાર સુધી 4 લોકોના મોત થયાં છે, જેમાંથી 3 ઓરિસ્સાથી અને એક પશ્ચિમ બંગાળથી છે. આ વાવાઝોડાના કારણે ઘણું આર્થિક નુકસાન થયું છે. વાવાઝોડા યાસને કારણે ભદ્રક જિલ્લાના ધામરામાં પૂર જેવા હાલાત બની ગયા છે જ્યારે સમુદ્રનું પાણી કેટલાય ગામોમાં ઘૂસી ગયું છે. જ્યારે ઓરિસ્સામાં પ્રભાવિત વિસ્તારોમાંથી દોઢ લાખ લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.

20 જિલ્લામાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના 11 અને ઓરિસ્સાના 9 જિલ્લા માટે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે અને આ કારણે ત્યાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે હાવડા, હુગલી નોર્થ અને દક્ષિણ 24 પરગના, બીરભૂમ, મુર્શિદાબાદમાં તેજ પવન સાથે ભારે વરસાદ થશે. ઉલ્લેખનીય છે કે યાસના કારણે બંગાળમાં 3 લાખ મકાનોને નુકસાન પહોંચ્યું છે. સીએમ મમતા બુનરજી શુક્રવારે પૂર્વી મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગનાના વિસ્તારોનો પ્રવાસ કરનાર છે.

75 કિમીની ગતિએ ઝારખંડમાં એન્ટ્રી
ભારતીય હવામાન વિભાગ તરફથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે યાસે 75 કિમી પ્રતિ કલાકની ગતિએ ઝારખંડમાં એન્ટ્રી કરી છે અને આજે 90 કિમી પ્રતિ કલાકની ગતિએ આગળ વધશે તેવી આશંકા છે.

60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે
બિહાર, હિમાંચલ,પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલયમાં તેજ વરસાદના અણસાર છે જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં તેજ પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું એલર્ટ છે. હવામાન વિભાગના એલર્ટ બાદ પ્રશાસને નાગરિકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. કુશીનગર, ગોરખપુર, દેવરિયા, બલિયા, મઉ અને ગાજીપુરમાં ભારેથી અથિ ભારે વરસાદ થઈ શકે છે્. આ જિલ્લામાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.

કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ
જ્યારે સિદ્ધાર્થ નગર, બસ્તી, મહારાજગંજ, આંબેડકર નગર, જૌનપુર, આજમગઢ, વારાણસી, ભદોહી, ચંદૌલી, મિર્જાપુર અને સોનભદ્રમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુેં છે. જ્યારે કેટલાક સ્થળોએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહિ દિલ્હી, હરિયાણા, ચંદીગઢમાં ધૂળની આંધી ઉઠવાની આશંકા છે. ધૂળની આંધીની ગતિ 25થી 30 કિમી પ્રતિ કલાક હોય શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
