Cyclone Tauktae: ગોવાના તટ પર ટકરાયું ચક્રવાત, 6 લોકોના મોત

Cyclone Tauktae: ગોવાના તટ પર ટકરાયું ચક્રવાત, 6 લોકોના મોત

અરબી સમુદ્રથી ઉઠેલું ચક્રવાતી તોફાન તૌકતે ગોવાના તટ પર ટકરાયું છે. આ તોફાનના કારણે કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં ભારે વરસાદ અને તોફાનની આશંકા છે, જેને કારણે અહીં રેડ અલર્ટ જાહેર કરાયું છે. આ તોફાનના કારણે કર્ણાટક-કેરળના કેટલાય શહેરોમાં કાલથી વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે અત્યાર સુધી 6 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 73 ગામ પ્રભાવિત થયાં છે.

24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદ

24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદ

ANIના રિપોર્ટ મુજબ કર્ણાટક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીએ કહ્યું કે ચક્રવાત તૌકતેના કારણે પાછલા 24 કલાકમાં 6 જિલ્લા, 3 તટીય જિલ્લા અને મલનાડ જિલ્લામાં ભારે વરસાદ થયો જેનાથી 73 ગામ પ્રભાવિત થયાં છે અને કર્ણાટકમાં 4 લોકોના મોત થયાં છે. ગોવામાં પણ ચક્રવાતનું રૌદ્ર રૂપ યથાવત છે, આ કારણે અહીં ખુબ તેજ વરસાદ થઈ રહ્યો છે.

અમિત શાહે બેઠક બોલાવી

અમિત શાહે બેઠક બોલાવી

આ દરમ્યાન ચક્રવાતની તૈયારીઓને લઈ ગૃહ મંત્રી અમિત શાહની સમીક્ષા બેઠક ચાલુ છે જ્યારે રાષ્ટ્રીય આપદા પ્રતિક્રિયા દળના મહાનિદેશક એસએન પ્રધાને કહ્યું હતું કે સાઈક્લોનના કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં રેડ અલર્ટ જાહેર છે અને આ જગ્યાએ એનડીઆરએફની 24 ટીમ તહેનાત છે.

આ જગ્યાએ રેડ અલર્ટ જાહેર

આ જગ્યાએ રેડ અલર્ટ જાહેર

  • કેરળના તિરુવનંતપુરમ, કોલ્લમ, પત્તનંતિટ્ટા
  • કેરળના પલક્કડ, કોઝીકોડ, વાયનાડ, અલાપ્પુઝા, કોટ્ટાયમ, એર્નાકુલમ, ઈડુક્કી, ત્રિશૂર, મલપ્પુરમ
  • ગુજરાતના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત (સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
  • મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X