Cyclone Nisarg: BMCએ જારી કર્યા હેલ્પલાઈન નંબર, જણાવ્યુ શું કરવુ અને શું ન કરવુ
બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક રૂપ લઈ લીધુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થવાનુ છે. વાવાઝોડાની અસર રાજ્યો પર દેખાવા પણ લાગી છે. અત્યારે મહારાષ્ટ્ર સહિત કોંકણમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આઈએમડીએ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરી છે. વળી, આ દરમિયાન બીએમસી(બૃહદ મુંબઈ મહાનગરપાલિકા)એ નાગરિકોએ શું કરવુ અને શું ન કરવુ તેની યાદી જારી કરી છે. સાથે જ બીએમસીએ લોકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે.

આ છે હેલ્પલાઈન નંબર
જો મુંબઈવાસીઓને વાવાઝોડા સંબંધિત કોઈ માહિતી જોઈએ તો તેમણે 1916 ડાયલ કરવાનો રહેશે પછી 4 દબાવવુ.
શું ન કરવુ
- લોકો અફવા ન ફેલાવવી.
- વાવાઝોડા દરમિયાન લોકો બાઈક કે અન્ય વાહન ન ચલાવવુ.
- એવી બિલ્ડિંગો જે જર્જરિત છે, તેનાથી અંતર જાળવવુ.
- જે લોકો ઘાયલ છે તેમણે ક્યાંય ન જવુ.
- ઘરોમાં કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ન રાખવો, જો હોય તો તેને સાફ કરી દેવો.
|
શું કરવુ
- વાવાઝોડા સમયે બિન જરૂરી વિજળીના ઉપકરણો બંધ કરી દો.
- પાણી અને ખાવાપીવાની બધી વ્યવસ્થા કરી લો.
- જે લોકો ઘાયલ છે તેમણે બહાર ન નીકળવુ, તેમને મેડીકલ હેલ્પ આપો.
- બારી-દરવાજાથી દૂર રહો.
- જરૂર વિના બહાર ન નીકળો.
- વૃક્ષ કે શૉપિંગ મૉલથી દૂર રહો.
- જો કારમાં હોવ તો મ્યૂઝિક અને એસી બંધ કરી દો.
- મોબાઈલ પર આવી રહેલ નિર્દેશોનુ પાલન કરો.
- વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે
|
વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે...
વાવાઝોડાથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે 2 ટ્રેનો જે મુંબઈ ટર્મિનલ પર આવવાની હતી તે રદ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટ છોડીને આજે મુંબઈથી પોતાની 17 ફ્લાઈટો રદ કરી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
